બજેટ 2020: ગુજરાતના વેપારીઓની સરકાર પાસેથી બજેટમાં શું છે આશા અને અપેક્ષા
આવતીકાલે બજેટ રજૂ થવાની છે ત્યારે ગુજરાતના વિવિધ સેક્ટરના બિઝનેસમેનો અને વેપારીઓની બજેટ બાબતે સરકાર પાસેથી એવી અપેક્ષા છે વેપારીઓ શું ઈચ્છી રહ્યા છે. તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
અમદાવાદ: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્રની શરૂઆતમાં આજે આર્થિક સર્વે 2019-20 (Economic Survey 2019-2020) સંસદમાં રજૂ કર્યો. તેમાં આગામી નાણાકીય વર્ષ (2021)માં જીડીપી 6-6.5% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે હાલના નાણાકીય વર્ષ (2019-2020)માં જીડીપી ગ્રોથ 5% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આવતીકાલે બજેટ રજૂ થવાની છે ત્યારે ગુજરાતના વિવિધ સેક્ટરના બિઝનેસમેનો અને વેપારીઓની બજેટ બાબતે સરકાર પાસેથી એવી અપેક્ષા છે વેપારીઓ શું ઈચ્છી રહ્યા છે. તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
સોનાના વેપારી શું ઇચ્છે છે?
દિલ્હીમાં રહેતા ગુજરાતી વ્યાપારીઓમાં વધુ પડતા ડાયમંડ અને સોનાના વ્યાપારીઓ છે. જેમણે ઝી 24 કલાક સાથે વાતચીતમાં કહ્યું કે તેમના વ્યાપારને વધારવા માટે સરકાર સોનાના ભાવ પર લગાડેલ 3% ટેક્સ ઘટાડે અને નિયમોને હજુ સરળ બનાવે જેથી નોટબંધી બાદ થયેલા નુકશાનની ભરપાઈ તે સરળતાથી કરે અને તેમનો વ્યાપાર પણ વધશે. તો વધુમાં વધુ રોજગાર તે ઉભો કરી શકે.
આઇટી ક્ષેત્રના લોકો શું ઇચ્છે છે?
સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્યું હતું કે ઇન્ફર્મેશન ટેકનોલોજી ભારતમાં એક અતિ મહત્વપૂર્ણ સેક્ટર છે. ખુદ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયનું અનુમાન છે કે ભારતને 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટરે 1 ટ્રિલિયન ડોલર નું યોગદાન આપવું પડશે, અમારું માનવું છે કે આના માટે રૅગ્યુલૅટરી વાતાવરણ કે જેનાથી ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ખાનગી રોકાણને અસર થાય છે. તેના તરફ બજેટમાં ધ્યાન આપવામાં આવશે. દાખલાં તરીકે એવા નિયમો કે જેમનાથી ખાનગી રોકાણમાં અને મંજૂરીઓ મેળવવાંમાં મોડું થાય છે. એવા નિયમોમાં સુધાર લાવવામાં આવશે. વધુમાં અમારું માનવું છે કે વિત્ત મંત્રી વિવિધ નિયમો ને સરળ બનાવવાં પર પણ ધ્યાન આપશે.
શેરબજાર સાથે સંકળાયેલા લોકો શું છે?
બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે જણાવ્યું હતું કે સરકારનું નવું બજેટ વૃદ્ધિ લક્ષી રહેવાની અપેક્ષા છે. સરકાર દેશમાં મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે કામગીરી વધે તે માટે ઉદ્યોગોને રાહત આપી ચૂકી છે. બજેટમાં તેનું લક્ષ્ય દેશમાં વપરાશી માગ વધે તે માટે મધ્યમવર્ગને હાથમાં વધુ નાણા આપવાનું રહેશે. જે માટે તે આવકવેરામાં રાહતો જાહેર કરશે તેવું નક્કી મનાય છે. શેરબજાર વર્ગને પ્રોત્સાહન માટે તે લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં રાહતો આપી શકે છે. જ્યારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં પણ તે રાહત આપે તેવી શક્યતા છે. અર્થતંત્ર હાલમાં ઓક્સિજન પર છે ત્યારે સરકારના આ પ્રકારના ઉપાયો નાણાકિય ખાધને નજરઅંદાજ કરી શકે છે. જોકે હું માનું છું કે મોદી સરકાર આવકના અન્ય ઉપાયો હાથ ધરીને નાણાકિય ખાધને પણ અંકુશમાં રાખવાનો પ્રયાસ કરશે.
વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ જણાવ્યું હતું કે લિસ્ટેડ શેરો પર 14 વર્ષના ગાળા બાદ લૉંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગુ કરવામાં આવ્યું હતું. આના કારણે સરકારની આવકમાં કોઈ ખાસ મોટો વધારો થયો નથી પણ શેર માર્કેટમાં બહુ મોટો ગૂંચવાડો ઉભો થયો છે. લૉંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ અને સેક્યુરિટીઝ ટ્રાન્ઝૅકશન ટેક્સ સાથે લાગવાના કારણે ડબલ ટૅક્સેશનની સ્થિતિ ઉભી થાય છે, જે રોકાણ આકર્ષવામાં અડચણરૂપ છે. આ વિષય પર બજેટમાં ધ્યાન આપવાની જરૂર છે.
ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (DDT): આજની તારીખમાં ડિવિડન્ડની આવક ઉપર કોર્પોરેટ ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ, અને શેરહોલ્ડર પર આવકવેરો, એમ મળીને ત્રણ વખત ટેક્સ લેવામાં આવે છે. વધુમાં ઈન્શ્યોરન્સ કંપનીઓમાં વિદેશી રોકાણની મર્યાદા 49% થી વધારીને 74% કરવાની જરૂર છે. આનાથી ઈન્સુરન્સ કંપનીઓ ને વિસ્તરણ કરવામાં અને ઊંચા મૂડીરોકાણની જરૂરિયાત પુરી કરવામાં મદદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube