બજેટ 2020: મોરબીના સિરામિક અને ઘડીયાળ ઉદ્યોગને બજેટમાં આ છે આશા-અપેક્ષાઓ
સિરામિક અને ઘડિયાળનું નામ પડે એટલે સ્વાભાવિક રીતે જ મોરબીનું નામ યાદ આવે છે જો કે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરવામાં આવે છે. ત્યારે મોરબીના આ બન્ને જગ વિખ્યાત ઉદ્યોગને ભૂલી જાય છે તે હક્કિત છે. ત્યારે વર્ષે કરોડો રૂપિયાનું ટન ઓવર કરતા વિશ્વ કક્ષાના મોરબીના આ બન્ને ઉદ્યોગની કેન્દ્ર સરકારના આગામી બજેટમાં શું છે અપેક્ષાઓ.
હિમાંશુ ભટ્ટ, મોરબી: સિરામિક અને ઘડિયાળનું નામ પડે એટલે સ્વાભાવિક રીતે જ મોરબીનું નામ યાદ આવે છે જો કે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરવામાં આવે છે. ત્યારે મોરબીના આ બન્ને જગ વિખ્યાત ઉદ્યોગને ભૂલી જાય છે તે હક્કિત છે. ત્યારે વર્ષે કરોડો રૂપિયાનું ટન ઓવર કરતા વિશ્વ કક્ષાના મોરબીના આ બન્ને ઉદ્યોગની કેન્દ્ર સરકારના આગામી બજેટમાં શું છે અપેક્ષાઓ...
સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્ષ અને લાખો લોકોને રોજગારી આપતા મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સ, વોલ ટાઈલ્સ, ફલોર ટાઈલ્સ અને સેનેટરી વેર્સ તેમજ ઘડિયાળના કારખાનાના માલિકોની આગની બજેટને લઈને શું અપેક્ષા છે તે જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારની નીતિરીતી સામે અહીના ઉદ્યોગકારોએ કોઈપણ પ્રશ્ન રજુ કર્યા ન હતા. જો કે, વિશ્વ કક્ષાના આ બન્ને ઉદ્યોગમાં બનતી પ્રોડક્ટ ઉપર હાલમાં જેટલો જીએસટી લગાવવામાં આવી રહ્યો છે તેમાં જો સરકાર દ્વારા ઘટાડો કરી આપવામાં આવે તો ઉદ્યોગકારોને સરકાર તરફથી આગામી બજેટમાં હુંફ મળે તેમ છે.
મોરબી આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિકના કારખાનાઓમાંથી સીધી કે આડકતરી રીતે આજની તારીખે બે લાખથી પણ વધુ લોકોને રોજગારી મળી રહી છે આ ઉદ્યોગ છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી મોરબી પંથકમાં ધમધમે છે જો કે, આ ઉદ્યોગના વિકાસમાં સરકારના યોગદાન કરતા વધારે ફાળો અહીના ઉદ્યોગકારોની શાસિક વૃતિનો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આજની તારીખે દેશ અને વિદેશમાં મોરબીની ટાઈલ્સ સપ્લાઈ કરવામાં આવે છે.
જો કે સારી પ્રાથમિક સુવિધા મોરબીમાં નથી તે વસ્ત્વિકતા છે અને સરકાર એક્સપોર્ટ કરવામાં આવતા માલ ઉપર ડ્રોબેક ડ્યુટી માત્ર બે ટકા જ આપે છે. જયારે ચાઈનામાં ત્યાની સરકાર દ્વારા ઉદ્યોગકારોને નવ ટકા ડ્રોબેક ડ્યુટી દેવામાં આવે છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા સિરામિક પ્રોડક્ટ માટેની ડ્રોબેક ડ્યુટીમાં વધારો કરે તો આગામી દિવસોમાં મોરબીના સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળે તેમ છે.
સીરમીક ઉદ્યોગ બાંધકામના વ્યવસાયની સાથે જોડાયેલ છે ત્યારે કેન્દ્ર સરકારે આગામી બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગને ધ્યાનમાં રાખીને બાંધકામ ક્ષેત્ર માટે કોઈ સ્કીમ જાહેર કરવામાં આવે તો આ વિશ્વ કક્ષાના ઉદ્યોગને ફાયદો થાય તેમ છે. આ ઉપરાંત નેચરલ ગેસની ઉઓપર લગતા છ ટકા જો પાછા મળે તે માટે તેને જીએસટીમાં સમાવવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને મોરબી આસપાસના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગથી સરકારને કરોડો રૂપિયાના ટેક્ષની આવક થાય છે. ત્યારે આ ક્લસ્ટરને ધ્યાનમાં રાખીને તેના વિકાસ માટે કોઈ પેકેજ આગામી બજેટમાં આપવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગ કરવામાં આવી છે.
શહેરના સૌથી વધુ મહિલાને રોજગારી આપતા ઘડિયાળ ઉદ્યોગની જો વાત કરીએ તો મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં તેમજ રાજકોટ હાઈવે ઉપર વોલ કલોકના નાના મોટા ૧૦૦થી વધુ કારખાનાઓ આવેલા છે અને ત્યાં બનતી ઘડિયાળોને દેશ અને વિદેશમાં મોકલાવવામાં આવે છે. જેથી મોરબીના ઘડિયાળ ઉદ્યોગનું વાર્ષિક ટન ઓવર ૭૦૦ કરોડ જેટલું છે અને તેમાંથી લગભગ ૧૦૦ કરોડનો માલ જુદાજુદા કારખાનેદારો દ્વારા એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. જો કે ઘડિયાળ ઉપર લાગતા જીએસટીમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
કેન્દ્ર સરકારે જીએસટી અમલમાં મુક્યા પછી તેના સારા પરિણામો ઘડિયાળ ઉદ્યોગમાં જોવા મળ્યા છે. જો કે, એક્સપોર્ટ માર્કેટને કવર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલા ડ્યુટી એકઝામિનેશન સ્કીમ (ડીઇપી) કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે અને સાથો સાથ ચાઈનાથી જે ઘડિયાળ ઇનપોર્ટ કરવામાં આવે છે. તેના ઉપર બ્રેક લાગે તો સો ટકા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને નવી ઉર્જા મળી શકે તેમ છે.
આગામી દિવસોમાં કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે ત્યારે સ્વભાવિક રીતે બીજા લોકોની જેમ ઉદ્યોગકારોને પણ કેન્દ્ર સરકાર પાસે ઘણી આશા અને અપેક્ષાઓ છે. જેથી વિશ્વ કક્ષાએ નામના ધરવતા મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગની કેન્દ્ર સરકાર પાસે શું અપેક્ષાઓ છે. તે જાણવા માટેનો પ્રયાસ કરતા બંન્ને ઉદ્યોગના વિકાસ માટે જીએસટીમાં રાહત આપવામાં આવે તેમજ ખાસ કરીને મોરબીમાં સારી પ્રાથમિક સુવિધાઓ ઉદ્યોગકારોને આપવામાં આવે તેવી માંગ કરેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube