નવી દિલ્લી: ભારતને ચીન અને પાકિસ્તાનની સીમા પર બેવડા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તેને જોતાં સશસ્ત્ર બળના આધુનિકીકરણ અને સામાનની ખરીદીની અનેક યોજનાઓ લાગુ કરવાની છે. જેના કારણે નિષ્ણાતો કહે છે કે આ વર્ષે રક્ષા બજેટમાં ભારે વધારો થઈ શકે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે દેશનું રક્ષા બજેટ 6 ટકા વધાર્યુ હતુ. ગયા વર્ષે કુલ બજેટનો લગભગ 15 ટકા હિસ્સો ડિફેન્સ ક્ષેત્રને મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેના માટે આધુનિકીકરણ પ્લાન:
સેના માટે આગામી પાંચ વર્ષ દરમિયાન મોડર્નાઈઝેશનનો પ્લાન લાગુ કરવો જરૂરી છે. સરકારનું જોર હથિયારો અને સામાનના સ્વદેશી સ્તરે રિસર્ચ, વિકાસ અને ખરીદી પર હોઈ શકે છે. તે ઉપરાંત આગામી બે વર્ષમાં મોટાપાયે સૈન્ય સામાનની ખરીદી કરવાની છે. રક્ષા મંત્રાલય દ્વારા સીમાવર્તી બુનિયાદી માળખાના વિકાસ જેવા રસ્તાઓ અને પુલના નિર્માણ માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે.


Budget 2021: જાણો બજેટમાં આટલી આવકવાળા લોકોને મળી શકે છે મોટી છૂટ


વધારાના ફંડની માગણી:
રક્ષા મંત્રાલયે આ વર્ષે નાણાંકીય મંત્રાલય પાસે વધારાની ફંડની માગણી કરી છે. ચીન અને પાકિસ્તાન સરહદ પર સ્થિતિ જોતાં સશસ્ત્ર દળ માટે અનેક આધુનિકીકરણ પ્રોજેક્ટને તાત્કાલિક લાગુ કરવાની જરૂરિયાત છે. રક્ષા ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચીને લદાખ, ઉત્તરાખંડ, સિક્કિમ અને ડોકલામ બોર્ડર પર પોતાના સૈનિકોની તહેનાતી વધારવામાં આવી છે. જેના કારણે સેનાને વધારે મજબૂત કરવાની જરૂર છે.


Changes from February: 1 ફેબ્રુઆરીથી તમારા જીવનમાં થશે મોટા ફેરફાર, અહીં જુઓ તેનું આખું લિસ્ટ   


ગયા વર્ષે કેટલું હતું બજેટ:
ગયા વર્ષનું ડિફેન્સ બજેટ 4,71,000 કરોડ રૂપિયાનું હતું. પરંતુ તેમાં 1,33,825 કરોડ રૂપિયા તો સૈન્ય દળના પેન્શન માટે હતા. પેન્શનમાં વધારો અનેક વર્ષની માગણી પેન્ડિંગ છે. 15મા નાણાંકીય પંચે સેનાને પૂરતું ફંડ આપવા માટે કેટલીક ભલામણો કરી છે. ચીનનું રક્ષા બજેટ ભારતના રક્ષા બજેટ કરતાં પાંચ ગણું વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube