Budget 2021: જાણો આ વખતે બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું. કોરોના કાળમાં આવેલાં આ બજેટથી સામાન્ય અને મધ્યવર્ગના લોકોને ઘણી આશાઓ છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદ ભવનમાં વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ સાથે મોદી સરકારનું આ નવું બજેટ છે. આ અગાઉ મોદી સરકાર 8 વખત કેન્દ્રીય બજેટ રજૂ કરી ચૂકી છે. જેમાં જણાવવામાં આવ્યુંકે, કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ વસ્તુઓ મોંઘી થઈ. મોબાઈલથી લઈને ગાડીઓ અને સોના-ચાંદથી લઈને હોમ એપ્લાયન્સ સુધીની ચીજવસ્તુઓની કિંમતમાં કેવો બદલાવ આવશે તે અંગે આ બજેટમાં જાણકારી આપવામાં આવી.
આ બજેટ મુજબ આટલી ચીજો સસ્તી થઈ
1) ચામડાના ઉત્પાદનો
2) ડ્રાઈ ક્લીનીંગ સસ્તી થઈ
3) લોખંડના ઉત્પાદનો સસ્તા થયા
4) પેન્ટ સસ્તા થયા
5) વિજળી સસ્તી થઈ
6) વીમા સસ્તા થયા
7) સ્ટીલના વાસણો સસ્તા થયા
8) જૂતા સસ્તા થયા
9) સોનું-ચાંદી સસ્તા થયા
10) કૃષિ ઉપકરણો સસ્તા થયા
11) પોલિએસ્ટરના કપડા સસ્તા થયા
12) નાયલોન સસ્તું થયું
આ બજેટમાં આટલી ચીજો થઈ મોંઘી
1) મોબાઈલ અને ચાર્જર મોંઘા થયા
2) ગાડીઓ મોંઘી થઈ
3) ઈલેક્ટ્રોનિક્સનો સામાન મોંઘો થયો
4) કોટનના કપડા મોંઘા થયા
5) રત્નો મોંઘા થયા
6) લેધરના જૂતા મોંઘા થયા
7) પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા
8) કાબુલી ચણા મોંઘા થયા
9) યૂરિયા મોંઘું થયું
10) ચણાની દાળ મોંઘી થઈ
11) શરાબ અને આલ્કોહલ મોંઘું ખયું
12) ઓટો પાર્ટ્સ મોંઘા થયા