ઝી બ્યૂરો, અમદાવાદઃ બજેટમાં ઈન્કમટેક્સને લઈને દર વખતે જાહેરાત થાય છે અને આ વખતે પણ જાહેરાત થશે.ઈન્કમટેક્સમાં ગ્રાસ ઈન્કમ,નેટ ઈન્કમ ટેક્સેબલ ઈન્ક હોય છે આવો બજેટ પહોલા આના વિષે જાણી લઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.શું હોય છે ગ્રાસ ઈન્કમ
ગ્રાસ સેલરી એ રકમ હોય છે જે કંપની તરફથી તમને પગારના રૂપમાં મળે છે.ગ્રાસ ઈન્કમમાં બેઝિક પગાર, HR (હોઉસ રેન્ટ અલાઉન્સ),ટ્રાવેલ અમાઉન્ટ,મોંઘવારી ભથ્થુ અથવા DA,સ્પેશિયલ અમાઉન્ટ,અન્ય અમાઉન્ટ,લીવ ઈનકેશમેન્ટનો સમાવેશ થાય છે.


Changes from February: 1 ફેબ્રુઆરીથી તમારા જીવનમાં થશે મોટા ફેરફાર, અહીં જુઓ તેનું આખું લિસ્ટ   


2.શું હોય છે નેટ ઈન્કમ
જ્યારે તમે ITR  ફોર્મ ભરશો ત્યારે શરૂઆતની થોડી કોલમો ભર્યા બાદ તમારી સામે નેટ સેલરીની એક કોલમ હશે.આ કોલમને તમારે ભરવાની હોતી નથી.આ કોલમ એની જાતે જ ભરાઈ જશે.પરંતુ સવાલએ થાય છે કે આ થાય છે કેવી રીતે?જ્યારે પણ તમારી ગ્રોસ સેલરીમાંથી લીવ ટ્રાવેલ્સ અલાઉન્સ, હાઉસ રેન્ટ અલાઉન્સ,અન્ડર લીવ ઈનકેશમેન્ટ જેવા તમામ અલાઉન્સને ઘટાડી દેવામાં આવે છે ત્યારે તમારી બેઝિક સેલરી બની જાય છે.


Budget 2021: ખેડૂતોને ભેટ આપવાની તૈયારી, 19 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે કૃષિ લોનનો ટાર્ગેટ


3. શું હોય છે ટેક્સેબલ ઈન્કમ
તમારી બેઝિક સેલરીમાંથી સેવીંગ્સ અને ડિડક્શનને ઘટાડવામાં આવે છે.તમારા તરફથી આપવામાં આવેલા હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રીમિયમને ઘટાડવામાં આવે છે.કોઈ પ્રકારનો મેડિકલ ખર્ચો તમે બતાવો છો તો તેને પણ ઘટાડવામાં આવે છે.અહીં કોઈ મિલકતથી થયેલી કમાણી અથવા કોઈ અન્ય સ્ત્રોત દ્વારા થયેલી કમાણીને પણ જોડી શકાય છે.આ પ્રકારની PROCESS બાદ સીધે સીઘી ઈન્કટેક્સમાં મળનારી છૂટની રકમને ઘટાડવામાં આવે છે.આ PROCESS  બાદ જે આવક વધે છે તે ટેક્સેબલ ઈન્કમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube