Budget 2021: 1 ફેબ્રુઆરીના નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ (Budget 2021) રજૂ કર્યું હતું. કોરોના સંકટમાંથી બહાર આવતી અર્થવ્યવસ્થાને (Economy) નવો બૂસ્ટ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હેલ્થ (Health), એગ્રી (Agriculture), ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) તમામને કંઈકને કંઈક મળ્યું, પરંતુ સામાન્ય માણસ અને નોકરીયાતના હાથ ખાલી રહી ગયા, પરંતુ શું ખરેખર એવું છે. અમે તમને જણાવી રહ્યા છીએ તે 6 મોટી જાહેરાત જે ટેક્સને લઇને કરવામાં આવી છે, જેની અસર ટેક્સપેયર્સ (Taxpayer) પર થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ITR ભરવામાંથી રાહત
બજેટમાં (Budget 2021) જાહેરાત કરવામાં આવી છે કે, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને હવે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભરવાની જરૂરિયાત નથી. આ ફાયદો તે વૃદ્ધોને મળશે જેમની આવક માત્ર પેન્શન (Pension) દ્વારા છે. એટલે કે, જે ભાડે મકાન, દુકાન અથવા અન્ય કોઈ રીતે ઇન્કમ પ્રાપ્ત કરે છે તો તેમને ITR ભરવું પડશે.


આ પણ વાંચો:- Share Market: શેર બજારને ખુબ પસંદ આવી રહ્યું છે બજેટ, સેન્સેક્સે 50000 ની સપાટી કૂદાવી


2. અફોર્ડેબલ હાઉસિંગ માટે મળતી રહેશે ટેક્સ છૂટ
નોકરીયાત વર્ગને અફોર્ડેબલ હાઉસિંગ (Affordable Housing) માટે હોમ લોનના (Home loan) વ્યાજ પરની છૂટ એક વર્ષ વધારવામાં આવી છે. ઇન્કમ ટેક્સ (Income Tax) એક્ટ સેક્શન 80EEA અંતર્ગત વધારાની ટેક્સ છૂટ (Tax Relief) સરકારે એક વર્ષ માટે વધારી દીધી છે. સરકાર હોમ લોનના વ્યાજ (Interest) પર 1.5 લાખ રૂપિયાની વધારાની છૂટ આપે છે, જેની મર્યાદા 31 માર્ચ 2021ના રોજ સમાપ્ત થઈ રહી હતી, તે વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે.


આ પણ વાંચો:- Budget 2021: તોતિંગ પગાર મેળવતા લોકોને પડશે મોટો ઝટકો!, અઢી લાખથી વધુ થયો PF તો લાગશે ટેક્સ


3. ITR ભરવાનું વધુ સરળ
અત્યાર સુધી, ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભરતા સમયે પહેલાથી જ ફોર્મમાં નામ, સરનામું, પગાર પર લાગતો ટેક્સ, ટેક્સ ચૂકવણી, ટીડીએસ જેવી જાણકારીઓ પહેલાથી જ ભરેલી હોય છે. હવે ફોર્મમાં લિસ્ટેડ સિક્યોરિટીઝથી કેપિટલ ગેંસની જાણકારી, ડિવિડન્ડ ઇન્કમની જાણકારી અને બેંક-પોસ્ટ ઓફિસથી મળતા વ્યાજની જાણકારી પણ પૂર્વ ભરવામાં આવશે.


આ પણ વાંચો:- Budget 2021: બજેટમાં ચૂંટણી પર પણ નાણામંત્રીનું ફોકસ, અસમ, તમિલનાડુ અને કેરલ માટે ખોલ્યો ખજાનો


4. ફેસલેસ ઇનકમ ટેક્સના વિવાદ
ફેસલેસ ઇનકમ ટેક્સ અપીલ ટ્રિબ્યુનલની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. એક નેશનલ ઇનકમ ટેક્સ અપીલ ટ્રિબ્યુનલ સેન્ટર બનાવામાં આવી રહ્યુ છે. આ નવી વ્યવસ્થામાં તમામ કોમ્યુનિકેશન ડિજિટલ હશે. એટલે કે, ટેક્સપેયર્સ માટે ફિઝિકલ રીતે ઉપસ્થિત રહેવાની જરૂરિયાત નથી. જો કોઈ મામલે ટેક્સપેયર્સની ઉપસ્થિતિની જરૂરિયાત રહેશે, તો તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી શકશે.


આ પણ વાંચો:- Budget 2021: 100% સેસ લગાવ્યા છતાં મોંઘો નહીં થાય દારૂ, સમજો ગણિત


5. હવે ફક્ત 3 વર્ષ જૂના ટેક્સના કેસ જ ખુલશે
આ બજેટમાં ટેક્સ અસેસમેન્ટના કેસને ફરી ખોલવાની મર્યાદાને 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે, ઇનકમ ટેક્સ ચોરીના કોઈપણ કેસમાં હવે 3 વર્ષ સુધી જ કાર્યવાહી થઈ શકે છે. આ અગાઉ સમય મર્યાદા 6 વર્ષ હતી. તેનાથી કોર્ટ પર પેન્ડિંગ કેસનું દબાણ ઓછુ થશે અને આવક વિભાગ સામે ચોક્કસ સમયમાં આરોપીઓની સામે કાર્યવાહી કરવાનો પડકાર રહેશે. ગંભીર કેસમાં જ્યાં એક વર્ષમાં 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધારની ટેક્સ ચોરીના પુરાવા મળ્યા હોય તેવા ગંભીર કિસ્સાઓમાં પણ, તે 10 વર્ષમાં ફરીથી ખોલવામાં આવી શકે છે.


આ પણ વાંચો:- Budget 2021: લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટી અને 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરાશે


6. ટેક્સ ઓડિટની મર્યાદા બમણી થઈ
આ બજેટમાં નિર્મલા સીતારમણે ટેક્સ ઓડિટની મર્યાદા 5 કરોડ રૂપિયાના ટર્નઓવરથી વધારીને 10 કરોડ રૂપિયા કરી છે. તેમણે કહ્યું કે, અગાઉ તેમણે ટર્નઓવર 1 કરોડથી વધારીને 5 કરોડ કર્યું હતું. આ તે લોકો માટે છે જે લગભગ 95 ટકા ટ્રાન્જેક્શન ડિજિટલ માધ્યમથી કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube