Budget 2021: હાઉસિંગ લોન મુખ્ય રીપેમેન્ટ પર અલગથી કેમ મળવી જોઇએ છૂટ, જાણો એક્સપર્ટનો અભિપ્રાય
જેમ જેમ બજેટની તારીખ નજીક આવી રહી છે. ઇન્ડિવિઝ્યૂઅલ ટેક્સપેયર્સ ઇચ્છે છે કે, તેમની કેટલીક માંગને નાણા મંત્રી પૂર્ણ કરે. ટેક્સ અને ઇનવેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન જણાવી રહ્યાં છે કે, સામાન્ય માણસને આ બજેટમાંથી શું આશાઓ છે
નવી દિલ્હી/ Budget 2021: જેમ જેમ બજેટની તારીખ નજીક આવી રહી છે. ઇન્ડિવિઝ્યૂઅલ ટેક્સપેયર્સ ઇચ્છે છે કે, તેમની કેટલીક માંગને નાણા મંત્રી પૂર્ણ કરે. ટેક્સ અને ઇનવેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન જણાવી રહ્યાં છે કે, સામાન્ય માણસને આ બજેટમાંથી શું આશાઓ છે.
1. સેક્શન 80C, 80CCC અને 80CCD માં ડિડક્શન લિમિટ વધે
અત્યારે 80CCE અનુસાર 80C, 80CCC અને 80CCD(1) અંતર્ગત મળતું કુલ ડિડક્શન 1.50 લાખ રૂપિયા વર્ષના છે. પહેલા આ લિમિટ 1 લાખ રૂપિયા હતી, જેને 2014માં વધારી 1.5 લાખ રૂપિયા કરવામાં આવી. આ પહેલાં 1 લાખની લિમિટ 2003માં નક્કી કરવામાં આવી હતી. લગભગ 18 વર્ષ થઈ ગયા છે, જ્યારે 1 લાખની લિમિટને નક્કી કરે. 2014માં તેમાં માત્ર 50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે વર્ષના 3 ટકાથી પણ ઓછું છે. આ વર્ષની સરેરાશ વધારો આ સમય દરમિયાન મોંઘવારીના સરેરાશ દર બરોબર પણ નથી. તેથી મારી રાય છે કે, તેને વધારીને ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા કરવામાં આવવું જોઇએ.
આ પણ વાંચો:- શું બંધ થઇ જશે 100 રૂપિયાની જૂની નોટ? જાણો RBI નો જવાબ
2. NPSમાં ટેક્સ છૂટ
હવે જ્યારે તમે NPS ખાતું બંધ કરો છો, ત્યારે હાલના ટેક્સ નિયમો હેઠળ ફક્ત 60 ટકા લોકો પૈસા ઉપાડી શકે છે અને તેના પર કોઈ ટેક્સ નથી. બાકીની રકમને NPS સબ્સ્ક્રાઇબર્સને એન્યૂટીમાં ચૂકવવાની હોય છે. હું અહીં ધ્યાન દોરવા માંગું છું કે જ્યારે પણ એન્યૂટી મળે છે, ત્યારે તે ટેક્સેબલ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, 60 ટકા નાણાં ટેક્સ ફ્રી હોય છે, જ્યારે બાકીની રકમ પર અત્યારે નહીં તો ભવિષ્યમાં ટેક્સ ચુકવવો પડે છે.
NPS ઉપાડથી વિપરીત, કર્મચારી ભવિષ્ય નિધિના (EPF) નાણાં નિવૃત્તિ બાદ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. જો સરકાર EPF ની નિવૃતિ પર મળતા પૈસાને NPS ના 40 ટકા ભંડોળની જેમ ટેક્સબલ કરી શકતી નથી. જેનો પ્રયત્ન સરકારે થોડા વર્ષો પહેલા કર્યો હતો. તો સરકારે ઓછામાં ઓછું એક સમાનતા લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ અને NPS ના ઉપાડના પૈસા સંપૂર્ણ પણે ટેક્સ ફ્રી કરવા જોઇએ. સરકારે NPS ના 40 ટકા ભંડોળમાંથી એન્યૂટી ખરીદવાની જરૂરિયાતને દૂર કરવી જોઈએ, અને આ નિર્ણય સબ્સ્ક્રાઇબર્સ પર છોડવો જોઇએ કે તેઓ તેમના પૈસા ક્યાં રોકાણ કરવા માંગે છે.
આ પણ વાંચો:- Budget 2021: હોમ લોન પર મળશે ઇનકમ ટેક્સમાં વધારવામાં આવેલી છૂટ!
3. પ્રોપર્ટી પર વ્યાજ દરમાં છૂટ
ઘર ખરીદવા, બાંધકામ કરવા, સમારકામ અથવા રિનોવેશન માટે લેવામાં આવેલા લોનના વ્યાજ પર ઇનકમ ટેક્સ નિયમો અંતર્ગત છૂટ મળે છે. આ છૂટ જો કે, બે self occupied ઘરો માટે આ ક્લેમ મહત્મ 2 લાખ રૂપિયા જ હોય છે. જો કે, ભાડાના મકાન માટે આવી કોઈ મર્યાદા નથી. જો કે, 'મિલકતમાંથી આવક' હેઠળના નુકસાન માટે વાર્ષિક 2 લાખ રૂપિયાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે, જે તમારા અન્ય આવકના સ્રોતોથી સેટ ઓફ અથવા એડજસ્ટ કરી શકે છે.
આ હાઉસ પ્રોપર્ટીથી નુકસાનને સેટ ઓફ કરવા માટે તમને તેન 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો છો. તાર્કિક બાબત એ હશે કે સંપૂર્ણ વ્યાજ ચુકવણી પર કર મુક્તિનો લાભ તે વાસ્તવિક ઘર ખરીદદારોને આપવો જોઈએ, જેમણે ઘર પોતાના રહેવા માટે જોઈએ, ના કે તે લોકોને જેઓ તેનો ઉપયોગ રોકાણ તરીકે કરે છે અને ટેક્સ બચાવે છે.
કોઈ અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી જેના પૂર્ણ થવામાં 5 વર્ષથી વધારેનો સમય લાગ્યો હોય, તો તેના લોન ઇન્ટરેસ્ટ પર મળતું ડિડક્શન ઘટાડી 30,000 રૂપિયા થઈ જાય છે. જ્યારે તેમાં ટેક્સપેયર્સની કોઈ ભૂલ હોતી નથી. આ નિયમને તાત્કાલીક દૂર કરવો જોઇએ અને તે ટેક્સપેયર્સને રાહત આપવી જોઇએ જે પોતાનું ઘર સમય પર ન મળવાથી પહેલાથી મૂશ્કેલીમાં છે.
આ પણ વાંચો:- અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ સસ્તું, જાણો અમદાવાદમાં શું છે ભાવ
4. મુખ્ય રિપેમેન્ટ પર અલથી લિમિટ
ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C ના હાલના નિયમો અંતર્ગત રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોમ લોન રિપેમેન્ટની મુખ્ય એમાઉન્ટ પર તમે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી ક્લેમ કરી શકો છે. આ છૂટમાં બીજા ખર્ચા જેવા કે લાઈફ ઇન્શ્યુરન્સ પ્રીમિયમ, ટ્યૂશન ફી, પ્રોવિડેન્ટ ફંડ, PPF, EPF, ELSS માં રોકાણ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), ટેક્સ સેવિંગ બેંક FD વગેરે સામેલ છે. તેમાં 80CCC અંતર્ગત એન્યૂટી ખરીદવા માટે ચૂકવવામાં આવેલી રકમ પણ સામેલ છે અને સેક્શન 80CCD(1) અંતર્ગત નેશનલ પેન્શન સ્કીમમાં કરવામાં આવેલું યોગદાન પણ સામેલ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં રેસિડેન્શિયલ ઘરોની કિંમત વધવાથી પ્રોપર્ટી ખરીદવા માટે હાઉસિંગ લોનની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે. બાકીની વસ્તુઓ હોવા છતાં, સેક્શન 80CCE અંતર્ગત માત્ર હાઉસિંગ લોનના મુખ્ય રિપેમેન્ટ જ 1.5 લાખ રૂપિયાની લિમિટને પાર કરી ગઈ છે. મોટી હોમ લોન અને 80C, 80CCC અને 80CCD(1)માં ભીડને ધ્યાનમાં રાખીને, નાણામંત્રીએ બજેટમાં હોમ લોન ચુકવણી પર અલગ ડિડક્શન મળવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube