નવી દિલ્હી: Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) થોડા કલાકો પછી સંસદમાં કેન્દ્રીય બજેટ 2022 (Union Budget 2022) રજૂ કરશે. કોરોના મહામારી વચ્ચે આવી રહેલા આ બજેટથી સામાન્ય અને ખાસ દરેકને ઘણી આશાઓ છે. આ બજેટમાં નોકરિયાત વર્ગને આવકવેરાના સ્લેબમાં ફેરફાર થવાની આશા છે, જ્યારે ખેડૂતોને ઘણી આશાઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે ખર્ચમાં વધારો કરવાની આશા
દરેક ક્ષેત્રે નાણામંત્રી પાસે પોતપોતાના હિસાબે માંગણી કરી છે. આ દરમિયાન એ પણ આશા છે કે સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં રેલવેના ખર્ચમાં વધારો કરશે. આનાથી દેશભરમાં રેલવે (Indian Railways) ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે.


10 નવી ટ્રેનોની જાહેરાત થવાની સંભાવના
સૂત્રોનું કહેવું છે કે સરકાર દ્વારા રેલવે બજેટમાં 15 ટકાથી વધુનો વધારો કરવામાં આવશે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકાર આ વખતે 10 નવી ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી શકે છે. આ સિવાય સરકાર મેટ્રો શહેરોની રેલ કનેક્ટિવિટી ઝડપી બનાવવાની યોજના પર પણ કામ કરી રહી છે. આવા શહેરોમાં એલ્યુમિનિયમવાળી લાઇટ ટ્રેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે.

બજેટ પહેલાં શેર બજારમાં તેજી, 10 વર્ષોમાં પહેલીવાર થયો આ ચમત્કાર


100 ટકા વીજળીકરણ લક્ષ્ય
લાઇટ ટ્રેન ચલાવવા માટે ખાનગી કંપનીઓને સામેલ કરવામાં આવશે. સરકાર રેલવેના મહત્તમ વિદ્યુતીકરણ પર ભાર આપી રહી છે. રાષ્ટ્રીય રેલ યોજનાએ 2030 સુધીમાં 100% વિદ્યુતીકરણનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભારતીય રેલ્વે પણ 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.


રેલવે બજેટમાં વધારા સાથે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (Dedicated Freight Corridor) ઝડપથી પૂર્ણ થશે. રેલવેનો ઈસ્ટ કોસ્ટ કોરિડોર ખડગપુરથી વિજયવાડા સુધી બનાવવામાં આવશે. બીજી તરફ, પૂર્વ-પશ્ચિમ કોરિડોર ભુસાવલથી ખડગપુર થઈને ડાનકુની સુધીનો હશે. ઉત્તર-દક્ષિણ કોરિડોર ઇટારસીથી શરૂ થશે અને વિજયવાડા સુધી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube