India Budget 2022 Live Update: બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 60 લાખ નવી રોજગારીની તકોનું વચન અપાયું છે. બજેટમાં આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે આ વખતે બજેટમાં દરેક માટે કઈને કઈ રાખવામાં આવ્યું છે. બજેટમાં નિર્મલા સીતારમણે શું જાહેરાતો કરી છે તેના વિશે જાણો લાઈવ અપડેટ્સ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget Updates...


- રત્ન અને આભૂષણ પર કસ્ટમ ડ્યૂટી ઘટી. ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. નકલી ઘરેલા પર કસ્ટમ ડ્યૂટી 400 રૂપિયા પ્રતિ કિલો રહેશે. સ્ટીલના સ્ક્રેપ પર કસ્ટમ ડ્યૂટી વધુ એક વર્ષ માટે વધારવામાં આવી રહી છે. 
- કરદાતાઓ માટે મોટા સમાચાર, આ વખતે બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. 
- વર્ચ્યુઅલ કરન્સીની કમાણી પર 30 ટકા ટેક્સ. નુકસાન થાય તો પણ ટેક્સ ભરવો પડશે. 
- કો-ઓપરેટિવ સોસાયટીઓએ 15 ટકા ટેક્સ આપવાનો રહેશે. 



- કંપનીઓ માટે સ્વચ્છાએ કારોબારમાંથી બહાર થવા માટેની સમયમર્યાદા બે વર્ષથી ઘટાડીને છ મહિનાની કરાશે. કારોબાર સુગમતા, જીવનને સરળ બનાવવા માટે આગામી તબક્કામાં પગલાં લેવાશે. 
- દિવ્યાંગો અને તેમના વાલીઓને ટેક્સમાં ખાસ છૂટ આપવામાં આવશે. 
- રાજ્યોને મદદ માટે 1 લાખ કરોડ રૂપિયા અપાશે. જેમાં રાજ્યોને 50 વર્ષ માટે વ્યાજ વગર લોન પણ અપાશે. નાણાકીય વર્ષ 2021-22માં કુલ ખર્ચ 37.7 લાખ કરોડ રૂપિયા હશે. FY23 માટે નાણાકીય ખાદ્ય લક્ષ્ય 6.4 ટકા રાખવામાં આવ્યો છે. જ્યારે FY22 નાણાકીય ખાદ્ય 6.9 ટકા રાખવામાં આવી છે. આ સાથે જ FY26 સુધી 4.5 ટકા નાણાકીય ખાદ્યનું લક્ષ્યાંક છે. 



- નાણામંત્રીની મહત્વની જાહેરાત. રિટર્ન ભરવાના રહી ગયા હોય તેમને તક મળશે. 2 વર્ષ સુધીના ગાળામાં ટેક્સ રિટર્ન ભરી શકાશે. 2 વર્ષ જૂનું રિટર્ન ફાઈલ કરી શકાશે. 
- નાણામંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23 માટે 7.5 લાખ કરોડ પૂંજીગત ખર્ચ કરાશે. આ દરમિયાન કેપેક્સમાં 35.4 ટકાનો વધારો થશે. ગિફ્ટ સિટીમાં ફોરેન યુનિવર્સિટી ખોલવાની મંજૂરી અપાશે. આ સાથે જ ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટર ખુલશે. સરકાર ડેટા સેન્ટરને ઈન્ફ્રા સેક્ટરનો દરજ્જો આપશે. 
- મોટી જાહેરાત. સરકાર હવે ક્રિપ્ટો કરન્સી જેવી ડિજિટલ કરન્સી લાવશે. દેશ હવે ડિજિટલ રૂપિયામાં વ્યવહાર કરશે. રિઝર્વ બેંક ડિજિટલ કરન્સી બહાર પાડશે. 
- ઓડિયો, વીડિયો, ગેમિંગને વિક્સિત કરવા માટે સમિતિ બનશે. SEZ એક્ટના નિયમ બદલવામાં આવશે. આ સાથે જ રક્ષા ખરીદીના 65% કેપેક્સ ઘરેલુ કંપનીઓ માટે હશે. ડિફેન્સ ઈમ્પોર્ટ ઓછું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 
- નાણામંત્રીએ કહ્યું કે વેપાર સુગમતા માટે 1486 બેકાર કાયદાને ખતમ કરવામાં આવશે. 
- 5જીના લોન્ચિંગ માટે સ્કિમ લાવવામાં આવશે. તમામ ગામડાઓ, લોકો સુધી ઈન્ટરનેટની પહોંચ હોવી જોઈએ. 



- AI ટેક્નોલોજી, ડ્રોન ટેકનિક, અને સેમી કન્ડક્ટર્સમાં અપાર સંભાવનાઓ છે. તેને પ્રોત્સાહન આપવામાં આવશે. 
- 2022-23માં 60 કિલોમીટર લાંબા 8 રોપવે પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. 
- ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહન યોજનાઓને 14 ક્ષેત્રોમાં શાનદાર પ્રતિક્રિયા મળી છે. તેના 30 લાખ કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ મળ્યા છે. 
- સરકાર MSP પર ઘઉ અને ધાન ખરીદી માટે 2.37 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરાશે. 
- 2033-23 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરાયું છે. 
- તમામ પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સિસ્ટમ સાથે જોડાશે. 1.5 લાખ પોસ્ટ ઓફિસ ઓનલાઈન સિસ્ટમ સાથે જોડાશે. 
- ઈ વાહનના ચાર્જિંગ સ્ટેશન જલદી મળતા નથી. કારણ કે જગ્યાની કમી હોય છે. આથી બેટરી અદલા બદલી નીતિ લાવવામાં આવશે. 
- નાણામંત્રીએ કહ્યું કે 75 ડિજિટલ બેંકિંગ યુનિટ ખોલવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ખર્ચને ઓછો કરવા પર ભાર મૂકાશે. આ સાથે જ ડિજિટલ બેંકિંગને સરકારનો સપોર્ટ ચાલુ રહેશે. 
- પીવાના પાણીના પ્રોજેક્ટ માટે 60000 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. 
- E-passports 2022-23 થી જ જારી કરવામાં આવશે. તેનાથી નાગરિકો માટે સુવિધાઓ વધશે. 
- 2 લાખ આંગણવાડીઓનો વિસ્તાર કરાશે. આ ઉપરાંત બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખતા 200 ચેનલોની મદદથી ઈ એજ્યુકેશનની વ્યવસ્થા કરાશે. 
- MSME ની મદદ માટે 5 વર્ષની યોજના બનાવવામાં આવી છે. તેનાથી નાના વેપારીઓને ફાયદો થશે.
- બજેટમાં જાહેરાત કરાઈ છે કે નોર્થ ઈસ્ટના વિકાસ માટે યોજના લોન્ચ થશે. આ માટે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. પછાત જિલ્લાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવશે. જેથી કરીને ત્યાંના લોકોનું જીવનધોરણ સુધરે. 
- 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાન બનાવવામાં આવશે. આ માટે 48 હજાર કરોડનું ફંડ રાખવામાં આવ્યું છે. 
- નાણામંત્રીએ કહ્યું કે કોરોનાકાળમાં અભ્યાસને ખુબ નુકસાન થયું. એક ક્લાસ એક ટીવી ચેનલને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરાશે. આ ઉપરાંત ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના થશે. જેમાં અનેક ભાષાઓમાં કામ થશે. તેમાં દેશની તમામ સારી યુનિવર્સિટીના નેટવર્કને જોડવામાં આવશે. માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરાશે. 
- રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરાશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સ જોડે. ગંગા કોરિડોરની આજુબાજુ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. 
- ખેડૂતોની આવક વધારવા માટે પીપીપી મોડમાં યોજના શરૂ કરાશે. 
- બજેટ 2021-22માં જાહેર રોકાણ અને પૂંજીગત વ્યયમાં ઝડપથી વધારો થયો. આ બજેટથી લાભ થશે, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ... પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. 
- કેન-બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ પર કામ શરૂ થશે. કેન-બેતવા રિવર લિંકિંગ માટે 14000 કરોડ રૂપિયાની રકમ નક્કી કરાઈ છે. આ સાથે જ ફળ, શાકભાજીના ખેડૂતો માટે પેકેજ લાવીશું. 
- કૃષિ પર વાત કરતા નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને MSP માટે 2.7 લાખ કરોડ આપવામાં આવશે. તેલીબિયાની ખેતીને સરકાર પ્રોત્સાહન આપશે. ખેડૂત ડ્રોનને પણ સરકાર પ્રોત્સાહન આપશે. ખેતીમાં ટેક્નોલોજીનો પણ ઉપયોગ થશે. ખેડૂત ડ્રોનનો ઉપયોગ થશે. તેનાથી પાકનું મૂલ્યાંકન, ભૂમિ અભિલેખ, કીટનાશકોનો છંટકાવ કરવામાં આવશે. 
- આપણે કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણી અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે. વિકાસ દર 9.2 ટકા રહેવાનો અંદાજ છે. 
- 2022-23 દરમિયાન નેશનલ હાઈવેની લંબાઈ 25,000 કિમી સુધી વધારવામાં આવશે. હાઈવે પર 20 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. આ બજેટમાં 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ છે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનો લક્ષ્ય છે.  
- આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે. આ સાથે જ આગામી ત્રણ વર્ષમાં 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે. 
- બજેટથી ખેડૂતો અને યુવાઓને ફાયદો થશે, આત્મનિર્ભર ભારતથી 16 લાખ યુવાઓને નોકરી આપવામાં આવશે.  
- રસીકરણનો દાયરો વધારવાથી આર્થિક પુર્નઉદ્ધારને મદદ મળી છે.
- પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનથી રોકાણની તકો વધશે. 60 લાખ યુવાઓને રોજગારીની તકો મળશે. 
- બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2022-23માં LIC નો આઈપીઓ આવશે.
- અમે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટને વધારવા માંગીએ છીએ. અમે ગરીબ લોકોની ક્ષમતા વધારવા માંગીએ છીએ. બજેટ એક એવી આધારશીલા રાખવા માંગે છે જે દેશની આર્થિક સ્થિતિને મજબૂતાઈ આપી શકે. 


Nirmala sitharaman budget speech શરૂ
સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ શરૂ થઈ ગયું છે. તેમણે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમને આશા છે કે ભારત પોતાની વિકાસ યાત્રા ચાલુ રાખશે. 


જુઓ Live: 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube