નવી દિલ્હીઃ Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં જાહેરાતો દ્વારા જણાવ્યું કે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી થશે. વાસ્તવમાં, તેમણે તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી, આયાત ડ્યુટી સહિત તમામ ડ્યુટી વધારવા અને ઘટાડવાની વાત કરી હતી. ચાલો જાણીએ આ જાહેરાતોને કારણે શું સસ્તું અને શું મોંઘું થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું સસ્તું થશે?
ચામડું, કાપડ, કૃષિ સામાન, પેકેજિંગ બોક્સ, મોબાઈલ ફોન ચાર્જર અને જેમ્સ એન્ડ જ્વેલરી સસ્તી થશે. જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. કટ અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. MSME ને ટેકો આપવા માટે સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. મેન્થા ઓઈલ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો. ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે મોબાઈલ ફોન ચાર્જર, ટ્રાન્સફોર્મર્સ વગેરે પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ Budget 2022: બજેટમાં તમને શું મળ્યું, તસવીરોમાં જુઓ નાણામંત્રીના ભાષણની મોટી વાતો


શું થયું મોંઘું?
આયાત જકાતમાંથી મુક્તિ દૂર કરીને કેપિટલ ગુડ્સ પર આયાત જકાત 7.5 ટકા લાદવામાં આવી છે. ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે જેથી તેની આયાત ઘટાડી શકાય. વિદેશી છત્રી પણ મોંઘી થશે. આ સિવાય આ વર્ષે ઓક્ટોબરથી નોન-બ્લેન્ડિંગ ઈંધણ પર 2 રૂપિયા પ્રતિ લિટરના દરે એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે.


ગયા બજેટમાં શું થયું, સસ્તું અને મોંઘું?
કેન્દ્રીય બજેટ 2021માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સીધા કરદાતાઓને કોઈ રાહત આપી નથી. જો કે, સરકારે દારૂ, ચણા, વટાણા, દાળ સહિત અનેક ઉત્પાદનો પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લાદવાની પણ જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમને કસ્ટમ્સમાં 400 થી વધુ ડિસ્કાઉન્ટની સમીક્ષા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઘણા પ્રકારના કાચા માલ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે અને કેટલીક સ્ટીલ પ્રોડક્ટ્સ પર ડ્યુટી હટાવી દેવામાં આવી છે. વધુમાં, કોપર સ્ક્રેપ પરની ડ્યુટી 5% થી ઘટાડીને 2.5% કરવામાં આવી હતી. મોબાઈલના કેટલાક ભાગો પર 2.5% ડ્યુટી લાદવામાં આવી હતી.


આ પણ વાંચોઃ Budget 2022: નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી આવશે, નાણામંત્રીએ ગણાવ્યાં ફાયદા


ગત બજેટમાં કોટન, સિલ્ક, પ્લાસ્ટિક, લેધર, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો, ઓટો પાર્ટસ, સોલાર પ્રોડક્ટ્સ, મોબાઈલ, ચાર્જર, ઈમ્પોર્ટેડ કપડા, જેમ્સ, એલઈડી બલ્બ, ફ્રીજ/એસી અને દારૂ મોંઘો થયો છે. બીજી તરફ નાયલોનના કપડાં, લોખંડ, સ્ટીલ, તાંબાની વસ્તુઓ, સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી વસ્તુઓ સસ્તી થઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube