નવી દિલ્હી: Budget 2022: કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ કાર્ય મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરતા ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરી, જેને ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2022-23થી શરૂ કરાશે. નાણાં મંત્રીએ કહ્યું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) ડિજિટલ અર્થવ્યવસ્થાને વ્યાપક રીતે પ્રોત્સાહન આપશે. નાણાં મંત્રીએ કહ્યું કે ડિજિટલ કરન્સીથી વધુ એક દક્ષ તથા સસ્તી કરન્સી મેનેજમેન્ટ વ્યવસ્થા જોવા મળશે. ડિજિટલ કરન્સી બ્લોક ચેઈન તથા અન્ય ટેકનોલોજીઓનો ઉપયોગ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિજિટલ બેંકિંગઃ
શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું કે હાલના વર્ષોમાં ડિજિટલ બેંકિંગ, ડિજિટલ ચૂકવણી તેમજ ફિનટેક નવોન્મેષોનો દેશમાં ઝડપથી વિકાસ થયો છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કે ડિજિટલ બેંકિંગનો લાભ ગ્રાહકો અનુકૂળ રીતે દેશના દરેક ક્ષેત્રમાં પહોંચી શકે, આ ક્ષેત્રોને નિયમિત રીતે પ્રોત્સાહિત કરી રહી છે. આ લક્ષ્ય તરફ અગ્રેસર રહીને અને આઝાદીના 75મા વર્ષને મનાવતા એ પ્રસ્તાવિત કરાયું છે કે અનુસૂચિત વાણિજ્યિક બેંકો દ્વારા દેશના 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સસ (ડીબીયુએસ)ની સ્થાપના કરાશે.


કોઈપણ સમયે, ક્યાંય પણ, પોસ્ટઓફિસમાં બચતઃ
એક અન્ય મહત્વની ઘોષણામાં, નાણાં મંત્રીએ કહ્યું કે 2022માં 1.5 લાખ પોસ્ટઓફિસોને 100 ટકા કોર બેંકિંગ પ્રણાલીમાં લાવવામાં આવશે, જેનાથી આર્થિક સમાવેશન તથા નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, એટીએમ દ્વારા ખાતાઓ સુધી પહોંચ માટે સક્ષમ બનાવાશે અને પોસ્ટ ઓફિસના એકાઉન્ટ્સ તથા બેંક એકાઉન્ટ્સ વચ્ચે ઓનલાઈન હસ્તાંતરણની પણ સુવિધા પ્રદાન કરશે. આ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં ખેડૂતો તથા વરિષ્ઠ નાગરિકો માટે સહાયક રહેશે અને અંતઃ પારસ્પરિકતા તથા આર્થિક સમાવેશનમાં પણ સક્ષમ બનાવશે.

ડિજિટલ ચૂકવણી:
નાણાં મંત્રીએ આશ્વાસન આપ્યું કે અગાઉના બજેટમાં ‘ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ’ માટે આર્થિક સમર્થનની જે ઘોષણા કરવામાં આવી હતી, તે 2022-23માં પણ જારી રહેશે. આનાથી ડિજિટલ પેમેન્ટને વધુ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી શકાશે. તેમણે કહ્યું કે આના અંતર્ગત પેમેન્ટ પ્લેટફોર્મના એવા પ્રયોગને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન અપાશે, જે કિફાયતી અને યુઝર ફ્રેન્ડલી હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube