Budget 2022: બજેટ બાદ ઝૂમી ઉઠ્યું બજાર, સેંન્સેક્સ 848 વધારા સાથે બંધ, નિફ્ટીમાં પણ તેજી
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ (Union Budget) રજૂ કર્યું. બજેટના દિવસે સવારથી જ શેરબજારની શરૂઆત સારી રહી હતી. સવારના સેશનમાં સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
નવી દિલ્હી: Budget 2022 Stock Market : નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ (Union Budget) રજૂ કર્યું. બજેટના દિવસે સવારથી જ શેરબજારની શરૂઆત સારી રહી હતી. સવારના સેશનમાં સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
59 હજારની નજીક પહોંચી ગયું માર્કેટ
નાણામંત્રીના બજેટ ભાષણ દરમિયાન પણ શેરબજારમાં સતત તેજી જોવા મળી હતી. એક સમયે સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 848.40 પોઈન્ટના વધારા સાથે 58,862.57 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 237 પોઈન્ટ વધીને 17,576.85ના સ્તરે બંધ રહ્યો હતો.
બે દિવસ ગ્રીન નિશાન પર બંધ રહ્યો સેન્સેક્સ
બજેટના દિવસે કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. આ ખરીદીના આધારે શેરબજાર બે દિવસ માટે લીલા નિશાન સાથે બંધ થઈ રહ્યું છે. સોમવારે પણ સેન્સેક્સ 814 અંક વધીને 58 હજારને પાર અને નિફ્ટી 17,339 પર બંધ થયો હતો.
2021માં 5 ટકાનો ઉછાળ્યો સેન્સેક્સ
રોકાણકારોને ઘણીવાર બજેટના દિવસે શેરબજાર ઘટી જવાનો ખ્યાલ હોય છે. પરંતુ 2021થી બજારમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. 2021માં પણ 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેજીનો આ ટ્રેન્ડ આગામી છ દિવસ સુધી ચાલુ રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube