નવી દિલ્હીઃ  Nirmala Sitharaman Budget Speech: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2022-2023 (Budget 2022-2023) રજૂ કર્યું છે. પરંતુ આ બજેટમાં સૌથી મોટો ઝટકો કરોડો લોકોને લાગ્યો છે. આવકવેરામાં રાહતની આશા રાખીને બેઠેલા કરોડો સામાન્ય લોકોને નિરાશા હાથ લાગી છે. નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે છેલ્લા સાત વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિડલ ક્લાસને ઝટકો
મિડલ ક્લાસને આ બજેટમાં પણ નિરાશા મળી છે. આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશનો નોકરીયાત વર્ગ આ બજેટમાં આવકવેરા સ્લેબમાં ફેરફાર થવાની આશા રાખીને બેઠો હતો. પરંતુ તેને કોઈ રાહત મળી નથી. પરંતુ કોર્પોરેટ ટેક્સને 18 ટકાથી ઘટા-ડી 15 ટકા કરી દેવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ Budget 2022: નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી આવશે, નાણામંત્રીએ ગણાવ્યાં ફાયદા


ઇનકમ ટેક્સ સ્બેલમાં ફેરફાર ન થતાં મિડલ ક્લાસ પર ભાર
મધ્યમ વર્ગને ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારને લઈને મોટી આશા હતી, પરંતુ નાણામંત્રીના બજેટ ભાષણમાં આ વાત સાંભળવા મળી નહીં. આ સતત સાતમું બજેટ છે, જેમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિવાય ડિડક્શન પર પણ કોઈ રાહત આપવામાં આવી નથી. 


આ પણ વાંચોઃ Budget 2022: LIC IPO, લાખો નોકરીઓ, રોકાણને પ્રોત્સાહન, જાણો નાણામંત્રીના બજેટ ભાષણની 10 મોટી વાતો


હવે કલમ 80Cની મર્યાદા કેટલી છે
કલમ 80C હેઠળ, જીવન વીમા, હાઉસિંગ લોનની મુખ્ય ચુકવણી, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કર બચત મ્યુચ્યુઅલ ફંડ, પ્રોવિડન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને બાળકોની ટ્યુશન ફી પર કર કપાત ઉપલબ્ધ છે. તેની મર્યાદા નાણાકીય વર્ષ દીઠ રૂ. 1.5 લાખ છે. છેલ્લી વખત નાણાકીય વર્ષ 2014-15માં આ મર્યાદા વધારવામાં આવી હતી. અગાઉ 80C હેઠળ 1 લાખ રૂપિયાની કર કપાત મળતી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે જો કલમ 80Cની મર્યાદા વધારવામાં આવે તો સામાન્ય લોકોને વધુ બચત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube