નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ મહામારીમાંથી બહાર આવી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને બૂસ્ટર આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. સરકાર 2023-24 માટે તેના ગ્રોસ માર્કેટ બોરોઇંગને ₹16 લાખ કરોડ ($196 બિલિયન) થી નીચે રાખવાનો આગ્રહ રાખશે. કારણ કે કેન્દ્ર બોન્ડ માર્કેટમાં કોઈ અસ્થિરતા ઇચ્છતું નથી. નિષ્ણાતોના મતે આગામી વર્ષમાં રૂ. 15.5-16 લાખ કરોડનું ઉધાર વધુ સારી રીતે એબ્ઝોર્વ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી રોયટર્સે સરકારની અંદર અત્યાર સુધી થયેલી ચર્ચાઓના આધારે આ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારની અંદર અત્યાર સુધી થયેલી ચર્ચાઓના આધારે એવો અભિપ્રાય ઉભો થયો છે કે ઉધાર બજારની અપેક્ષા અનુસાર હોવું જોઈએ. સરકારે 27 જાન્યુઆરી સુધી અત્યાર સુધીમાં રૂ. 12.93 લાખ કરોડ એકત્ર કર્યા છે, જે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં રૂ. 14.21 લાખ કરોડના કુલ ઉધાર લક્ષ્યના 91% છે.


આ પણ વાંચોઃ Billionaires Index: વિશ્વના ધનીકોમાં ઘટી ગયો અદાણી-અંબાણીનો દબદબો, જાણો નવી રેન્કિંગ


ઉધાર અંગે સરકારનો આગામી નિર્ણય જાણવા માટે વેપારીઓ 1 ફેબ્રુઆરીએ આવનારા કેન્દ્રીય બજેટની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કોવિડ-19 રોગચાળાની અસરમાંથી અર્થતંત્રને બચાવવા અને ગરીબોને રાહત આપવા માટે ભારે ખર્ચ કર્યો હોવાથી સરકારનું કુલ દેવું છેલ્લા ચાર વર્ષમાં બમણા કરતાં પણ વધુ થઈ ગયું છે. રિપોર્ટમાં એવી પણ આગાહી કરવામાં આવી છે કે સરકાર 2023-24માં બજેટ ખાધને જીડીપીના 6 ટકા સુધી લાવશે.


આ સાથે તેને 2025-26 સુધીમાં 4.5 ટકાના લક્ષ્ય સુધી પહોંચવું પડશે. ભારતમાં ફેડરલ અને રાજ્ય સરકારોનું દેવું વાર્ષિક જીડીપીના 83 ટકા જેટલું છે, જે અન્ય ઘણી ઉભરતી અર્થવ્યવસ્થાઓ કરતાં ઘણું વધારે છે. આ સિવાય દેશની સોવરિન ક્રેડિટ રેટિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં સરકાર આ તમામ મુદ્દાઓ પર સુધારો કરવા માંગે છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે બજેટમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube