Union Budget 2023 Live Updates on Mobile: બજેટની રજે રજની માહિતી જાણવા માટે હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમામ માહિતી હવે તમને તમારા મોબાઈલમાં મળી જશે. તમે પોતાના ઘરે સોફા પર કે હિચકાંમાં બેઠાં-બેઠાં મોબાઈલ સ્ક્રીન પર આરામથી બજેટની તમામ અપડેટ મેળવી શકશો. બજેટ સંબંધિત માહિતી મેળવવા માટે તમે તમારા મોબાઈલમાં આ એપ્લિકેશન પર હિન્દી અથવા અંગ્રેજીમાં બજેટ વાંચી શકો છો. આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી તે અંગેની જાણકારી પણ અહીં આપવામાં આવેલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2023 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરશે. બજેટને લઈને લોકોના મનમાં અનેક પ્રકારની અપેક્ષાઓ છે. આ વર્ષના બજેટમાં ઘણી જાહેરાતો સામાન્ય લોકોને રાહત આપે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં જનતા આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહી છે.બજેટ દરમિયાન એક સાથે અનેક બાબતો અંગે નવી જાહેરાતો કરવામાં આવે છે. કેટલીકવાર લોકો માટે એક સાથે તમામ માહિતી જાણવી મુશ્કેલ બની જાય છે. તેથી લોકોની મુશ્કેલીઓ ઘટાડવા માટે સરકારે બજેટ એપ લોન્ચ કરી છે. બજેટ દરમિયાન થનારી તમામ બાબતો વિલંબ કર્યા વિના આ મોબાઈલ એપ પર અપલોડ કરવામાં આવશે, જેને લોકો સરળતાથી વાંચી શકશે.


મોબાઈલ એપ પર બજેટઃ
કેન્દ્રીય બજેટ મોબાઈલ એપના લોન્ચિંગથી લોકોને મોટો ફાયદો મળવાની અપેક્ષા છે. બજેટ આવ્યા પછી સામાન્ય લોકો તેને તેમના મોબાઇલ પર તેમની પોતાની ભાષા હિન્દી અથવા અંગ્રેજીમાં સરળતાથી વાંચી શકશે. તમે તમારા મોબાઈલ પર યુનિયન બજેટ મોબાઈલ એપ દ્વારા બજેટ વિશે જાણી શકો છો. આ એપ સરકારે ગયા વર્ષે લોન્ચ કરી હતી.


કેવી રીતે ડાઉનલોડ કરવી એપ?
જો તમે iPhone યુઝર છો તો તમે Google Play Store અને App Store પરથી આ એપ ડાઉનલોડ કરી શકો છો. મોબાઈલ એપ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ હશે. તે http://indiabudget.gov.in પર જઈને બજેટ એપ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. બજેટને લગતી તમામ માહિતી તમારા માટે આ એપમાં ઉપલબ્ધ હશે. જે તમે જાતે વાંચી શકો છો અને બીજાને પણ સરળતાથી સમજાવી શકો છો.


બજેટનું લાઈવ પ્રસારણઃ
બજેટનું જીવંત પ્રસારણ સવારે 11 વાગ્યે શરૂ થશે અને તમે તેને સંસદ ટીવી અને દૂરદર્શન પર જોઈ શકશો.


માહિતી બે ભાષામાં લઈ શકાય છેઃ
તમે યુનિયન બજેટ મોબાઇલ એપ પર સરળતાથી બજેટ વાંચી શકો છો. સંસદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું બજેટ રજૂ કર્યા પછી તરત જ તમે તેને આ એપ્લિકેશન પર તમારી પસંદગીની હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં જોઈ શકશો.