નવી દિલ્હીઃ સામાન્ય બજેટ (Budget 2023) ની તૈયારીઓ ચાલી રહી છે. નાણામંત્રી 1 ફેબ્રુઆરી 2023ના સામાન્ય બજેટ રજૂ કરશે. દેશ આઝાદ થયા બાદ અત્યાર સુધી કુલ 74 વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવી ચુક્યા છે. આ સિવાય 14 અંતરિમ બજેટ, ચાર વિશેષ બજેટ કે લઘુ બજેટ રજૂ કરવામાં આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જવાહર લાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એકમાત્ર એવા પ્રધાનમંત્રી છે, જેમણે બજેટ રજૂ કર્યું હતું. પરંતુ શું તમે બ્લેક બજેટ (Black Budget)રજૂ કરવામાં આવ્યું હતું. દેશમાં દર વખતે જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે નવી આશા લઈને આવે છે. આ બજેટમાં નોકરીયાત, મહિલાઓ, વેપારીઓ વગેરે બધાને ખુબ આશા છે. બજેટ નવા સુધાર, નવી યોજનાઓ અને નવા નિયમ આપીને જાય છે. વર્ષ 1997-1998માં જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેને ડ્રીમ બજેટ કહેવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે બ્લેક બજેટ વિશે. આઝાદ ભારતમાં માત્ર એકવાર બ્લેક બજેટ રજૂ કરવું પડ્યું છે. આખરે શું હોય છે બ્લેક બજેટ જેને માચ્ર એક વાર રજૂ કરવામાં આવ્યું છે. તેને કેમ અને ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ રજૂ કરવામાં આવ્યું હતું બ્લેક બજેટ
ડ્રીમ બજેટ વિશે, નામથી ખ્યાલ આવી જાય છે.. આને કહેવાય પ્રજાના સપનાનું બજેટ. પરંતુ વર્ષ 1973માં બ્લેક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ખરેખર તો કાળું બજેટ કહેવાય જેમાં સરકારે ખર્ચમાં કાપ મૂકવો પડે. આ રીતે વિચારો, જો સરકારની આવક 100 રૂપિયા છે અને તેનો ખર્ચ 125 રૂપિયા છે તો સરકારે બજેટમાં 25 રૂપિયાનો ઘટાડો કરવો પડશે. આ કિસ્સામાં તેને બ્લેક બજેટ કહેવામાં આવશે. 1973-74ની વાત છે. આ દરમિયાન સરકારે રજૂ કરેલા બજેટમાં રૂ.550 કરોડની ખાધ હતી. કારણ કે વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આવી સ્થિતિમાં દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. આ એ વર્ષ હતું જ્યારે ચોમાસું પણ સારું નહોતું. તે સમયે ઈન્દિરા ગાંધીની સરકાર હતી. આ તમામ સંજોગોને કારણે દેશની આવક ઓછી અને ખર્ચ વધુ થતો હતો. દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં તત્કાલિન નાણામંત્રી યશવંતરાવ બી. ચવ્હાણને બ્લેક બજેટ રજૂ કરવું પડ્યું હતું.


આ પણ વાંચોઃ બ્લોક બસ્ટર હશે મોદી સરકારનું બજેટ, કેન્દ્ર સરકાર આ સેક્ટર પર કરશે મોટી જાહેરાત


શું હતું બ્લેક બજેટમાં
જ્યારે બ્લેક બજેટ (Black Budget)રજૂ કરવામાં આવ્યું તો તેમાં સામાન્ય વીમા કંપનીઓ, ભારતીય કોપર કોર્પોરેશન અને કોલ માઇન્સના રાષ્ટ્રીયકરણ માટે 56 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ બજેટમાં 550 કરોડ રૂપિયાની ખોટ દર્શાવવામાં આવી હતી. તેમ કહેવામાં આવે છે કે કોલસાના ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવાથી ખુબ અસર પડી હતી. કોલ માઇન્સ પર સરકારના નિયંત્રણથી માર્કેટ સ્પર્ધા ખતમ થઈ ગઈ હતી. 


આ પણ વાંચોઃ નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યું આર્થિક સર્વેક્ષણ, 6.5 ટકા વિકાસ દર રહેશે


વચગાળાના બજેટમાં સરકાર કોઈ નીતિવિષયક નિર્ણય લેતી નથી
સામાન્ય રીતે દેશમાં સામાન્ય બજેટ જ રજૂ કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં માત્ર એક જ વખત બ્લેક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય બજેટ ઉપરાંત કામગીરીનું બજેટ, શૂન્ય આધારિત બજેટ અને વચગાળાનું બજેટ પણ બજેટના પ્રકાર છે. સામાન્ય બજેટ બંધારણની કલમ 112 હેઠળ સંસદમાં રજૂ કરવામાં આવે છે. વચગાળાનું બજેટ કલમ 116 હેઠળ રજૂ કરવામાં આવે છે. જો કે, વચગાળાના બજેટમાં સરકાર કોઈ નીતિગત નિર્ણય લેતી નથી કે કોઈ નવો કર લાદતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube