Union Budget 2024: નવી સરકારની રચના બાદ હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ મહિનાના અંતમાં 2024-2025 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વર્ષની શરૂઆતથી નોકરી કરનાર લોકો ટેક્સના મો્ચા પર કેટલીક રાહત અને છુટછાટની આશા રાખી રહ્યાં છે. પરંતુ વચગાળાના બજેટમાં નોકરીયાત વર્ગને નિરાશા હાથ લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિષ્ણાંતોનું માનવું છે કે નોકરીયાત ટેક્સપેયર્સને ટેક્સ રાહત પ્રદાન કરવાથી ખર્ચમાં વધારો થઈ શકે છે અને અંતે વપરાશને પ્રોત્સાહન મળી શકે છે. બિઝનેસ ટુડેના સમાચાર પ્રમાણે નાણા મંત્રાલયના સૂત્રોએ સંકેત આપ્યો છે કે સરકાર ટેક્સ રાહત ઉપાયો પર વિચાર કરી રહી છે અને અંતિમ નિર્ણય બજેટ રજૂ થતાં પહેલા થવાની આશા છે. આવો જાણીએ નોકરીયાત વર્ગને કઈ-કઈ આશાઓ છે. 


1. તેવા સમાચાર છે કે નાણા મંત્રાલય ન્યૂ ટેક્સ રિઝીમમાં ટેક્સપેયર્સ માટે સ્ટાન્ડર્ડ ડિડક્સન લિમિટે વધારવાની સંભાવના શોધી રહી છે. પરંતુ ઓલ્ડ ટેક્સ રિઝીમમાં આ મોર્ચે ફેરફારની સંભાવના ઓછી છે. તમને જણાવી દઈએ કે આ એક ચોક્કસ રકમ હોય છે, જેને નોકરીયાત વર્ગ ટેક્સ હેઠળ આવનાર કમાણીમાંથી વાસ્તવિક ખર્ચના પૂરાવા આવ્યા વગર ઘટાડી શકે છે. 


આ પણ વાંચોઃ DA ની સાથે વધશે 13 ભથ્થા, પગારમાં દેખાશે બમ્પર અસર, કેન્દ્રીય કર્મચારીઓને જલસા!


2. મીડિયા રિપોર્ટ્ અનુસાર સરકાર વ્યક્તિગત ટેક્સપેયરને રાહત આપવા માટે ટેક્સ સ્લેબને સુવ્યવસ્થિત કરી શકે છે અને ટેક્સમાં ઘટાડો કરી શકે છે. વર્તમાનમાં નવી વ્યવસ્થા હેઠળ ટેક્સના દરો આવકના સ્તરના આધાર પર 5-30 ટકા વચ્ચે છે. 


3. ડેલોઇટ ઈન્ડિયાએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટ 2023 નવી વ્યક્તિગત કર વ્યવસ્થાના ટેક્સ સ્લેબમાં ઉલ્લેખનીય સંશોધન લાવ્યું છે. તેમાં મૂળ છૂટ મર્યાદાને 2.5 લાખથી ઘટાડી 3 લાખ રૂપિયા કરવું અને 5 કરોડથી વધુ આવકવાળી વ્યક્તિઓ માટે સરચાર્જને 37 ટકાથી ઘટાડી 25 ટકા કરવો સામેલ છે. આ ગોઠવણો નવા કર પ્રણાલીમાં આકર્ષણ વધારવા માટે લાગુ કરવામાં આવી હતી. જો કે, જૂની કર વ્યવસ્થા માટેના કર દરો યથાવત છે.",