Budget 2024: કેન્દ્રીય કર્મચારીઓ માટે આવતીકાલે મહત્વનો દિવસ, બજેટમાં થઈ શકે છે સૌથી મોટી જાહેરાત
Budget 2024: કોવિડ-19 મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 18 મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરોની મોંઘવારી રાહતનું પેમેન્ટ રોકી દીધું હતું.
Budget 2024: કોવિડ મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 18 મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સની મોંઘવારી રાહતનું પેમેન્ટ રોકી દીધુ હતું. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ડીએ અને ડીઆર એરિયર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મળી શકે છે. મોદી સરકારને 18 મહિનાના ડીએ એરિયર રિલીઝ કરવાનો પ્રસ્તાવ મળ્યો છે અને સંભાવના છે કે સરકાર 23 જુલાઈએ રજૂ થનાર પૂર્ણ બજેટમાં તેની જાહેરાત કરી શકે છે.
ડીએ એરિયરની માંગ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલાહકાર મશીનરી, રાષ્ટ્રીય પરિષદ (કર્મચારી પક્ષ) ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ સરકાર પાસે 18 મહિનાનું રોકવામાં આવેલા બાકી મોંઘવારી ભથ્થાને જારી કરવાનો આગ્રહ કર્યો છે. આ પહેલા ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે પણ કેન્દ્ર સરકાર પાસે પેમેન્ટ રિલીઝ કરવાની માંગ કરી હતી.
હજુ સુધી મળ્યું નથી ડીએ
18 મહિનાનું ડીએ એરિયર હજુ પણ પેન્ડિંગ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું છે કે કોવિડ-19 મહામારીને કારણે નાણાકીય વર્ષ 2020-2021 માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ત્રણ ભાગમાં રોકવામાં આવ્યું હતું. પરંતુ હવે દેશ ધીમે-ધીમે મહામારીના પ્રભાવમાંથી બહાર આવી રહ્યો છે, તો નાણાકીય સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે તે ખુશીની વાત છે.
આ પણ વાંચોઃ બજેટ પહેલા પોઝિશનલ ટ્રેડર્સ માટે તક, 15 દિવસમાં અધધ કમાણી કરાવશે આ 5 શેર
18 મહિનાના ડીએ એરિયરનું પ્રપોઝલ
પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં મિશ્રાએ રાષ્ટ્રીય પરિષદના સચિવ (કર્મચારી પક્ષ) ના રૂપમાં ધ્યાન અપાવતા કહ્યું કે 18 મહિનાના ડીએ એરિયરનો મુદ્દો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મહત્વપૂર્ણ છે. જો સરકાર આ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે તો કર્મચારીઓને મોટી રકમ પગારમાં મળી શકે છે, જે મોંઘવારીના સમયમાં તેની મદદ કરશે.
બજેટમાં થઈ શકે છે જાહેરાત
જો મોદી સરકાર 18 મહિનાના ડીએ એરિયરના પ્રપોઝલનો સ્વીકાર કરે છે તો તે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર હશે. આવતીકાલે બજેટમાં આ મુદ્દે જાહેરાત થાય તેની રાહ કેન્દ્રીય કર્મચારીઓ જોઈ રહ્યાં છે.