Budget 2024 Central Employee DA Hike: 2023ની જેમ નવુ વર્ષ 2024 પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ભેટ લઈને આવવાનું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવા વર્ષમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સના મોંઘવારી રાહતમાં 4 ટકાનો વધારો થઈ શકે છે, જેનાથી પેન્શન અને પગારમાં વધારો થઈ શકે છે. લેબર મિનિસ્ટ્રી તરફથી જારી અનુમાનો પ્રમાણે જુલાઈથી ઓક્ટોબર સુધીના પીરિયડ માટે AICPI ડેટા જાહેર કર્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરનો ડેટા આવવાનો બાકી છે,  ત્યારબાદ સ્પષ્ટ થઈ જશે કે નવા વર્ષમાં કેટલું ડીએ વધશે. તેમ માનવામાં આવી રહ્યું છે કે સરકાર ડીએ વધારવાની જાહેરાત બજેટમાં કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષમાં વધી જશે કર્મચારીઓનો પગાર
કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકા ડીએનો ફાયદો મળે છે. તે જુલાઈથી ડિસેમ્બર 2023 સુધી લાગૂ કરવામાં આવ્યું છે. ડીએમાં આગામી વધારો જાન્યુઆરી 2024માં થશે, તેની જાહેરાત હોળીની આસપાસ થઈ શકે છે. AICPI ઈન્ડેક્સના છ મહિનાના આંકડાના આધાર પર કર્મચારીઓ-પેન્શનર્સના ડીએ અને ડીઆર દર જાન્યુઆરી અને જુલાઇમાં રિવાઇઝ કરવામાં આવે છે. 2023માં જાન્યુઆરી અને જુલાઈને મળી કુલ 8 ટકા ડીએ વધારવામાં આવ્યું છે અને હવે આગામી ડીએ વર્ષ 2024માં રિવાઇઝ કરવામાં આવશે, જે જુલાઈથી ડિસેમ્બર 2023ના AICPI ઈન્ડેક્સ ડેટા પર નિર્ભર કરશે. 


આ પણ વાંચોઃ રોકેટની જેમ ઉડ્યો આ સરકારી કંપનીનો શેર! જેની પાસે છે એ તો કરી રહ્યાં છે તગડી કમાણી


નવા વર્ષમાં ડીએ પહોંચી શકે છે 50 ટકા
હકીકતમાં 30 નવેમ્બરે લેબર મિનિસ્ટ્રીએ AICPI ઈન્ડેક્સના ઓક્ટોબરના આંકડા જાહેર કર્યાં છે, જેમાં 0.9 પોઈન્ટના વધારા બાદ આ સંખ્યા 138.4 પર પહોંચી ગઈ છે અને ડીએ સ્કોર 49 ટકાની નજીક પહોંચી ગયો છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષમાં ડીએમાં 4 ટકા કે 5 ટકાનો વધારો થઈ શકે છે. પરંતુ હજુ નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે. ત્યારબાદ નક્કી થશે કે 2024માં ડીએમાં કેટલો વધારો થશે. જો નવેમ્બર અને ડિસેમ્બરના આંકડામાં વધારા બાદ ડીએ સ્કોર 50 ટકા કે તેનાથી વધુ થાય છે તો 4 ટકા વધ્યા બાદ ડીએ 50 ટકા થઈ જશે. આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં રિવીઝન કરવામાં આવશે. કેન્દ્ર સરકારે લાવેલા સાતમાં પગાર પંચ પ્રમાણે ડીએ 50 ટકા સુધી પહોંચવા પર ડીએને બેસિક સેલેરીમાં જોડી લેવામાં આવશે. પછી ડીએની ગણતરી ઝીરોથી શરૂ થશે. 


બજેટમાં થઈ શકે છે જાહેરાત
ડીએના આગામી વધારાની જાહેરાત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થઈ શકે છે, કારણ કે આગામી વર્ષે એપ્રિલથી મે વચ્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની આશા છે, આ દરમિયાન આચાર સંહિતા લાગૂ થઈ જશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર ડીએમાં વધારો કરી શકશે નહીં. તેમ માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આકર્ષવા માટે બજેટ સત્ર દરમિયાન ડીએમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. જો ડીએમાં 4 ટકાનો વધારો થાય અને તે 50 ટકા પહોંચે તો તેનો ફાયદો 48 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube