BUDGET 2024 પહેલા સામે આવી મોટી જાણકારી, આટલી છે આવક તો ખુશ કરશે સરકાર! જાણો શું થવાનું છે?
Budget 2024 Expectations: સૂત્રોએ જણાવ્યું કે સરકાર વપરાશ વધારવા માટે ટેક્સના દરમાં કેટલીક છૂટછાટ આપી શકે છે. જુલાઈમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ (Union Budget 2024) રજૂ કરશે.
Budget Expectations: નવી સરકાર છે, નવું બજેટ હશે, નવી આશા છે. પ્રધાનમંત્રી મોદીએ સતત ત્રીજીવાર શપથ લીધા તો લોકોને નવી આશા જાગી છે. પરંતુ એક આશા છે જે છેલ્લા 10 વર્ષથી રાહ જોઈ રહી છે. તે છે બજેટમાં સેલેરી ક્લાસ માટે ટેક્સમાં ઘટાડો. આ વખતે શું નવું છે? નાણામંત્રી તો તેજ છે, પ્લાનિંગ પણ તે હશે, ફોકસ પણ ગ્રોથ પર હશે. તેમ છતાં આ પૂર્ણ બહુમતની સરકાર નથી. તેથી આ બજેટમાં કંઈક અલગ અને ખાસ હોઈ શકે છે. અલગ-અલગ ચર્ચાઓ છે, આશા છે. હકીકત ત્યારે સામે આવશે જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરશે. તાજેતરમાં સૂત્ર જણાવી રહ્યાં છે કે આવકવેરા દરમાં ઘટાડા પર વિચાર થઈ રહ્યો છે.
નવો ઇનકમ ટેક્સ સ્લેબ લાવશે નાણામંત્રી?
ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે બે સરકારી સૂત્રોએ જણાવ્યું કે સરકાર વપરાશને પ્રોત્સાહન આપવા માટે ટેક્સના દરોમાં કેટલીક છૂટછાટ આપી શકે છે. જુલાઈમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. પડકાર પણ તેમની સામે હશે. લોકસભા ચૂંટણીના પરિણામ જે પ્રકારે આવ્યા છે, તેનાથી મધ્યમ વર્ગને ખુશ કરવાનો પ્રયાસ હશે. ચર્ચા છે કે બજેટ 2024માં નવા ટેક્સ સ્લેબની જાહેરાત થઈ શકે છે. તેનો ફાયદો એ થશે કે વ્યક્તિગત કરમાં ઘટાડાથી અર્થતંત્રમાં વપરાશ વધશે અને મધ્યમ વર્ગને બચત વધારવાની તક મળશે.
આ પણ વાંચોઃ 280 રૂપિયા પર જઈ શકે છે આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદ, થવાની છે મોટી ડીલ
કોણ ખુશ થશે?
હવે સવાલ છે કે આ બજેટની જાહેરાતોથી કોણ ખુશ થશે? નાણામંત્રી કયાં વર્ગને આકર્ષિત કરશે? સૂત્રો પ્રમાણે 15 લાખ રૂપિયાથી ઉપરની આવક ગ્રુપને ખુશ કરવાનું પ્લાનિંગ છે. આ આવક વર્ગમાં ટેક્સમાં છૂટ કે અન્ય લાભની જોગવાઈ થઈ શકે છે. તો 10 લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકોના આવકવેરા સ્લેબમાં ઘટાડો થઈ શકે છે. સરકાર ઓલ્ડ ટેક્સ રિઝીમમાં 30 ટકાનો સૌથી ઊંચો દર ખતમ કરી નવી લિમિટ નક્કી કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માં ભારતની GDP 8.2 ટકાના મજબૂત દરે વધી છે, જ્યારે વપરાશ અડધા દરે વધ્યો છે. આવી સ્થિતિમાં, એવી આશા છે કે વપરાશ વધારવા માટે આ કરી શકાય છે.
ટેક્સ સ્કીમમાં શું થશે ફેરફાર?
લોકસભા ચૂંટણીના પરિણામે બધાને ચોંકાવ્યા છે. પરિણામ બાદ કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું કે દેશના મતદાતા મોંઘવારી, બેરોજગારી અને ઘટતી આવકથી ખુબ ચિંતિત છે. તેવામાં ચર્ચા છે કે સરકારનું ફોકસ ટેક્સ સ્કીમમાં ફેરફાર પર હોઈ શકે છે. તેમાં 15 લાખ રૂપિયા સુધીના આવક ગ્રુપ પર 5 ટકાથી 20 ટકા ટેક્સ અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. ખુદ પ્રધાનમંત્રી તે દાવો કરી ચૂક્યા છે કે તેમની સરકાર મધ્યમ વર્ગની બચત વધારવા તરફ કામ કરી રહી છે. તેની પાછળ એક તર્ક છે. છેલ્લા કેટલાક વર્ષમાં વ્યક્તિગત કરદાતાની આવક 3 લાખ રૂપિયાથી વધી 15 લાખ રૂપિયા થઈ, તેમાં પાંચ ગણો વધારો નોંધાયો, તો આ સમયગાળામાં આવકવેરા ટેક્સના દરમાં 6 ગણો વધારો થયો, જે ખુબ વધુ છે.