લક્ષદ્વીપ એકવાર ફરીથી ટ્રેન્ડ થવા લાગ્યું છે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લક્ષદ્વીપ સહિત સમગ્ર દેશમાં પર્યટન વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર સરકારનું ખાસ ફોકસ છે. ત્યારબાદથી જ પ્રવેગના શેરમાં જબરદસ્ત તેજી આવી છે અને તેના શેર 5 ટકા જેટલા ચડી ગયા. કંપીના શેર 1025 રૂપિયાના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયા. અત્રે જણાવવાનું કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષદ્વીપની યાત્રા કરીને આવ્યા અને તે ખુબ ચર્ચામાં પણ રહી. આ યાત્રાના કારણે દેશમાં લક્ષદ્વીપ એક ટ્રેન્ડિંગ ટોપિક બની ગયો. હાલ શેરનો ભાવ 3.36 ટકાના વધારા સાથે 1005 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવેગ કંપનીએ હાલમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં 50 ટેન્ટ હાઉસ બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આ શેર એક મહિના દરમિયાન 30 ટકા જેટલો ચડી ગયો. ત્રણ મહિના દરમિાયન 90 ટકા અને છ મહિનામાં 104 ટકાથી વધુનું રિટર્ન આપી ચૂક્યો છે. વર્ષભરમાં આ શેરમાં 160 ટકા સુધીની તેજી આવી ગઈ. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં આ શેર લગભગ 41000 ટકા ચડ્યો છે. વર્ષ 2019માં આ શેરનો ભાવ 2 રૂપિયા હતો. એટલે કે પાંચ વર્ષમાં એક લાખનું રોકાણ વધીને 5 કરોડ રૂપિયા થઈ ગયું હોય. જ્યારે શેર હોલ્ડિંગની પેટર્ન જોઈએ તો પ્રમોટર પાસે 54.53 ટકા ભાગીદારી છે. પબ્લિક શેરહોલ્ડિંગ 45.47 ટકાની છે. 


કંપનીનો કારોબાર
દેશના અલગ અલગ ભાગોમાં કંપનીને ટેન્ટ સિટી બનાવવાના ઓર્ડર મળ્યા છે. કંપનીને વર્ષ 2013માં રણ ઉત્સવ માટે કચ્છમાં એક ટેન્ટ સિટી વિક્સિત કરવાનો પહેલો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર ગુજરાત સરકારે આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટેન્ટ સિટી વિક્સિત કરવાનું ટેન્ડર મળ્યું. જ્યારે પ્રવેગને 2023માં વારાણસી, દમણ અને દીવમાં પણ કોન્ટ્રાક્ટ મળ્યા. કંપની અયોધ્યામાં રામ જન્મભૂમિ પાસે ટેન્ટ સિટી બનાવી રહી છે. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube