નવી દિલ્હીઃ દરેક વ્યક્તિ પાસે લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી અને હેલ્થ પોલિસી હશે. સરકારે તે માટે મજબૂત પ્લાન બનાવ્યો છે. જાહેરાત યુનિયન બજેટ 2025માં થઈ શકે છે. હકીકતમાં સરકારે 2047 સુધી યુનિવર્સલ ઈન્શ્યોરન્સ કવરેજનો ટાર્ગેટ નક્કી કર્યો છે. તેનો મતલબ છે કે સરકારનો પ્રયાસ દરેક વ્યક્તિને હેલ્થ પોલિસી અને લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરાવવાનો છે. સરકારે તે માટે 2047 સુધીનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટનું કહેવું છે કે આ ટાર્ગેટ ગાસિલ કરવા માટે મોટા રિફોર્મ્સ કરવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેક્શન 80સીની લિમિટ વધારશે સરકાર
પીબી ફિનટેકના પ્રમુખ રાજીવ ગુપ્તાએ કહ્યું કે 1 ફેબ્રુઆરી, 2025ના યુનિયન બજેટમાં નાણામંત્રી મોટા રિફોર્મ્સની જાહેરાત કરી શકે છે. તેમણે કહ્યું- આ યુનિયન બજેટ ફાઈનાન્શિયલી સિક્યોર્ડ અને ઈન્શ્યોર્ડ ઈન્ડિયા બનાવવાની દ્રષ્ટિએ ખુબ મહત્વનું હોઈ શકે છે. તેમણે કહ્યું કે ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીની લિમિટ 1.5 લાખ રૂપિયા છે. આ લિમિટ આશરે 10 વર્ષથી વધી નથી. બદલાતા સમય પ્રમાણે આ લિમિટ ખુબ ઓછી પડી રહી છે. તેને તત્કાલ વધારવાની જરૂર છે.


સેક્શન 80સી ના ફાયદા
ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે સેક્શન 80સી ન માત્ર ટેક્સપેયર્સના ટેક્સનો ભાર હળવો કરવામાં મદદરૂપ છે પરંતુ તે લોકોને લાંગાબાળાના સેવિંગ્સ અને ઈન્વેસ્ટમેન્ટ માટે પણ પ્રોત્સાહિત કરે છે. સેક્શન 80સી હેઠળ ઘણા એવા ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ વિકલ્પ આવે છે, જેમાં નિયમિત રૂપથી રોકાણ કરી લાંબાગાળે મોટું ફંડ તૈયાર કરી શકાય છે. PPF અને ELSS તેના ઉદાહરણ છે. બંને ઈન્વેસ્ટમેન્ટના બેસ્ટ ઓપ્શનમાં સામેલ છે.


આ પણ વાંચોઃ માર્ક ઝકરબર્ગની આ ઘડિયાળની થઈ રહી છે ખૂબ ચર્ચા, કિંમત છે 77255274.60 રૂપિયા


લાઇફ પોલિસી પર ડિડક્શનની અલગ કેટેગરી
ગુપ્તાએ જણાવ્યું કે સરકાર ટર્મ ઈન્શ્યોરન્સ માટે એક અલગ ટેક્સ એક્ઝેમ્પ્શન કેટેગરીની જાહેરાત કરી શકે છે. તેનાથી લોકો લાઇફ ઈન્શ્યોરન્સ ખરીદવા તરફ આકર્ષિત થશે. તેનાથી પરિવારની આર્થિક સુરક્ષાની ખાતરી કરવામાં મદદ મળશે. પરંતુ સરકારને રેવેન્યુમાં થોડું નુકસાન થશે. પરંતુ તેનાથી પરિવારોની આર્થિક સુરક્ષા વધશે. તેનાથી વેલફેર સ્કીમ પર નિર્ભરતા ઘટશે. જેથી સરકારને લાંબાગાળે પોતાની રાજકીય ખાધ ઘટાડવામાં મદદ મળશે. 


હેલ્થ પોલિસી  પર ટેક્સ છૂટ વધારવાની જરૂર
તેમણે હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર ડિડક્શનની લિમિટ વધારવાની સલાહ સરકારને આપી છે. અત્યારે ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80ડી હેઠળ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પ્રીમિયમમાં 25000 રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 50,000 રૂપિયાનું ડિડક્શન મળે છે. ગુપ્તાનું કહેવું છે કે સરકારે આ લિમિટ વધારવી જોઈએ. 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ડિડક્શનની લિમિટ 50,000 રૂપિયા હોવી જોઈએ. 60 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ડિડક્શનની લિમિટ 1 લાખ રૂપિયા હોવી જોઈએ.