COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લી: બજેટ છાપતાં પહેલાં શરૂ થનારી હલવા સિરેમનીનું આયોજન આ વખતે નહીં થાય. તેનું કારણ કોવિડ-19 મહામારીની હાલની સ્થિતિ છે. આ જાણકારી નાણા મંત્રાલયએ એક નિવેદન આપીને જાહેર કર્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કરશે. કોરોનાના કારણે આ વખતનું બજેટ પણ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પેપરલેસ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિન્હિત કરવા માટે, દરેક વર્ષે આયોજિત કરવામાં આવતી હલવા સિરેમનીની જગ્યાએ કોર સ્ટાફને તેમના કાર્યસ્થળો પર લોક-ઈનના કારણે મિઠાઈ વહેંચવામાં આવી હતી. તેની પાછળનું કારણ હાલની મહામારીની સ્થિતિ અને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની જરૂરિયાત છે.


શું છે હલવા સિરેમની:
બજેટનું પ્રિન્ટિંગ દર વર્ષે નોર્થ બ્લોકમાં હલવા સિરેમની સાથે શરૂ થાય છે. નાણાં મંત્રી પોતે  આ કાર્યક્રમની આગેવાની કરે છે. તે ઉપરાંત નાણા મંત્રાલયના અન્ય અધિકારી પણ આ રિવાજમાં જોડાય છે. હલવા સિરેમની પછી બજેટના પ્રિન્ટિંગ સાથે જોડાયેલ મંત્રાલયના લગભગ 100 કર્મચારી નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં બનેલ પ્રિન્ટિંગ પ્રેસમાં આગામી દિવસોમાં થોડા દિવસ રહે છે. ગયા વર્ષે પણ હલવા સિરેમની થઈ હતી, પરંતુ તેમાં જોડાયેલા અધિકારીઓની સંખ્યા ઓછી હતી. બજેટને ખાનગી રાખવા માટે દર વર્ષે બજેટ બનાવવામાં જોડાયેલા અધિકારીઓને લોક-ઈન કરી દેવામાં આવે છે. આ અધિકારી નોર્થ બ્લોકની અંદર બજેટ પ્રેસમાં કેન્દ્રીય બજેટની પ્રસ્તુતિ સુધી બંધ રહે છે. કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ કર્યા પછી જ આ કર્મચારી અને અધિકારી પોતાના પ્રિયજનોના સંપર્કમાં આવે છે.


આ વખતે પણ મોબાઈલ એપ પર મળશે બજેટ:
એક ઐતિહાસિક પગલાં તરીકે 2021-22નું કેન્દ્રીય બજેટ પેપરલેસ રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. સાંસદો અને સામાન્ય જનતા દ્વારા બજેટ દસ્તાવેજોની માથાકૂટમાંથી મુક્ત થવા માટે કેન્દ્રીય બજેટ મોબાઈલ  એપ લોન્ચ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરી 2022ના રોજ સંસદમાં બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂરી થયા પછી કેન્દ્રીય બજેટ મોબાઈલ  એપ પર આવી જશે. મોબાઈલ એપ દ્વારા બજેટ ભાષણ, વાર્ષિક નાણાંકીય વિવરણ, અનુદાનની માગણી, નાણાં બિલ સહિત 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજ એક્સેસ કરી શકાય છે. મોબાઈલ એપ અંગ્રેજી અને હિંદીમાં ઉપલબ્ધ છે. અને તે એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ બંને પર ઉપલબ્ધ છે.


અહીંથી ડાઉનલોડ કરી શકશો એપ:
એપને કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ WWW.indiabudget.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. સામાન્ય જનતા માટે બજેટ દસ્તાવેજ કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.