નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2024 મંગળવાર, 23 જુલાઈએ રજૂ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે બજેટમાં થયેલી એક જાહેરાતને કારણે બુધવારે પોનના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીના શેરમાં તોફાની તેજી આવી છે. આ કંપનીઓના શેર બુધવારે 20 ટકા સુધી વધી ગયા છે. તેમાં અવંતી ફીડ્સ, વોટરબેસ લિમિટેડ, એપેક્સ ફ્રોઝન ફૂડ્સ, ઝીલ એક્વા અને મુક્કા પ્રોટીન્સના શેર સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવંતી ફીડ્સના શેર બુધવારે 20 ટકા જેટલા વધી પોતાના 52 સપ્તાહના હાઈ લેવલ 764.40 રૂપિયા પર પહોંચી ગયા છે. પરંતુ કારોબારના અંતમાં શેર 14 ટકાના વધારા સાથે 736 રૂપિયા પર બંધ થયો હતો.


અવંતી ફીડ્સના સ્ટોકે છેલ્લા કેટલાક વર્ષમાં 45,000 ટકાનું રિટર્ન આપ્યું છે. અવંતી ફીડ્સના શેર આ દરમિયાન 1 રૂપિયાથી વધી 764 રૂપિયા પર પહોંચી ગયા છે. આ તેજી આશરે 14 વર્ષ દરમિયાન આપી છે. 8 જાન્યુઆરી 2010ના આ શેર 1.63 રૂપિયા પ્રતિ શેર પર હતો. છેલ્લા એક વર્ષ દરમિયાન શેરમાં 86.75 ટકાની તેજી આવી છે.


છેલ્લા પાંચ દિવસમાં આટલો વધ્યો સ્ટોક
છેલ્લા પાંચ દિવસમાં અવંતી ફીડ્સના શેરમાં 22 ટકાની તેજી આવી છે. જાન્યુઆરીથી લઈને આ વર્ષે અત્યાર સુધી 68.27 ટકાનો વધારો થયો છે. છ મહિનામાં આ શેર 44 ટકા ઉપર ચડ્યો છે. 1 મહિનામાં શેરમાં 19 ટકા અને પાંચ વર્ષમાં આ સ્ટોકમાં 128 ટકાની તેજી આવી છે. 


આ પણ વાંચોઃ નોકરી મળી કે ₹15000 તમારા ખાતામાં, જોજો સરકારી પૈસા લેવાને બદલે પાછા ભરવા ના પડે


બજેટની જાહેરાતથી શેરમાં 20 ટકાનો વધારો
વોટરબેઝ લિમિટેડના શેર બુધવારે 20 ટકાની તેજી સાથે 102 રૂપિયા પર પહોંચી ગયા છે. એપેક્સ ફ્રોઝન ફૂડ્સ લિમિટેડના શેર પણ 20 ટકાની તેજી સાથે 311.75 રૂપિયા પર છે. તો ઝીલ એક્વાના શેર પણ 10 ટકાની તેજી સાથે 15.35 રૂપિયા પર પહોંચ્યાં છે.


બજેટમાં થઈ આ જાહેરાત
હકીકતમાં નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે પોનના ફાર્મિંગ માટે નાણાકીય મદદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પોનના ગ્રોથ માટે ન્યૂક્લિયસ બ્રીડિંગ સેન્ટર્સનું એક નેટવર્ક તૈયાર કરવામાં મદદ કરવામાં આવશે. તેના ફાર્મિંગ, પ્રોસેસિંગ અને એક્સપોર્ટ માટે નાબાર્ડ દ્વારા નાણાકીય મદદ આપવામાં આવશે. 


(નોટઃ આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)