નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. આ સર્વે મુજબ નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી ગ્રોથ 8-8.5% રહેવાનો અંદાજો છે. જે ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે 9.2% ના વૃદ્ધિદરથી ઓછો છે. અત્રે જણાવવાનું કે નાણામંત્રી કાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 11 વાગે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટ આવનારા નાણાકીય વર્ષમાં સરકારની આર્થિક નીતિઓની દિશા નક્કી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક સર્વેક્ષણમાં કહેવાયું છે કે તમામ મેક્રો સંકેતકો(Macro Indicators) એ સંકેત આપ્યા છે કે અર્થવ્યવસ્થા પડકારોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિમાં મદદ મળી છે. આર્થિક સર્વેક્ષણ મુજબ નાણાકીય વર્ષ 2022માં રિયલ જીડીપી ગ્રોથ 9.2 ટકા રહેવાની શક્યતા છે. જ્યારે ઈન્ડસ્ટ્રિયલ ગ્રોથ 11.8 ટકા સંભવ છે. આ સાથે જ એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રોથ 3.9 ટકા સુધી રહી શકે છે. 


આર્થિક સર્વેક્ષણમાં કહેવાયું છે કે મેક્રો ઈકોનોમીના મોરચે નાણાકીય વર્ષ 2023માં પડકારો રહેશે. આ દરમિયાન જીડીપી ગ્રોથમાં એક્સપોર્ટનું મહત્વનું યોગદાન રહેશે. આ સાથે જ રસીનો વધતો દાયરો ગ્રોથ એન્જિનને મજબૂતાઈ આપશે. જ્યારે નાણાકીય વર્ષ 2023ના જીડીપી ગ્રોથમાં કેપેક્સની મહત્વની ભૂમિકા રહેશે. સર્વેમાં કહેવાયું છે કે બેંકોમાં પૂંજીની કમી નથી. સરકાર નાણાકીય લક્ષ્યાંકોને સરળતાથી હાંસલ કરી શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube