Gold Silver Price on 21 November 2023: લગ્નની સીઝન શરૂ થવાની છે. તેવામાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે. જો તમારા ઘરમાં પણ લગ્ન છે અને તમે ગોલ્ડ અને સિલ્વરની ખરીદી કરવા વિશે વિચારી રહ્યાં છો તો તમારા ખિસ્સા પર વધુ ભાર પડવાનો છે. મંગળવાર એટલે કે 21 નવેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાની વાત કરીએ તો તે વાયદા બજારમાં 60805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. ત્યારબાદ તેની કિંમતમાં વધારો થયો અને કાલના મુકાબલે આજે 380 રૂપિયાના વધારા સાથે 61037 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. કાલે મલ્ટી કોમેડિટી એક્સચેન્જ પર સોનું 60657 રૂપિયા પર છે. 


ચાંદીના ભાવમાં થયો 600 રૂપિયાનો વધારો
સોના સિવાય આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદી પણ જબરદસ્ત વધારા સાથે કારોબાર કરી રહી છે. ચાંદી 72644 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. ત્યારબાદ તેની કિંમતમાં તેજી જોવા મળી અને તે 617 રૂપિયાના વધારા સાથે 73644 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. સોમવારે ચાંદી 72644 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી. 


આ પણ વાંચોઃ આ IPO એ ગ્રે માર્કેટમાં મચાવ્યું તોફાન, દર શેર પર 60 રૂપિયાના ફાયદાની તક, જાણો વિગત


મુખ્ય શહેરમાં સોના-ચાંદીનો ભાવ
દિલ્હી- 24 કેરેટ સોનું રૂ. 62,170 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો
ચેન્નાઈ- 24 કેરેટ સોનું રૂ. 62,510 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 79,400 પ્રતિ કિલો
મુંબઈ- 24 કેરેટ સોનું રૂ. 62,020 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો
કોલકાતા- 24 કેરેટ સોનું રૂ. 62,020 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો
ગાઝિયાબાદ- 24 કેરેટ સોનું રૂ. 61,2,170 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો
પટના- 24 કેરેટ સોનું રૂ. 62,070 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો
લખનૌ- 24 કેરેટ સોનું રૂ. 62,170 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો
ઇન્દોર- 24 કેરેટ સોનું રૂ. 62,070 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો
જયપુર- 24 કેરેટ સોનું રૂ. 62,170 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો
નોઈડા- 24 કેરેટ સોનું રૂ. 62,170 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,500 પ્રતિ કિલો
પુણે- 24 કેરેટ સોનું રૂ. 62,020 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો
કાનપુર- 24 કેરેટ સોનું રૂ. 62,170 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 76,400 પ્રતિ કિલો


આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે સોના-ચાંદીનો ભાવ
ભારતીય બજારો હેઠળ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. મેટલ રિપોર્ટ અનુસાર સોનું આજે આંતરરાષ્ટ્રીય બજારમાં 0.67 ટકાની તેજીની સાથે 1,990.80 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. તો ચાંદી 0.65 ટકાની તેજીની સાથે 23.770 ડોલર પ્રતિ ઔંસ પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube