નવી દિલ્હી : નજીકના ભવિષ્યમાં ફેસ્ટિવલ સિઝન શરુ થવાની છે અને તમામ કંપની આ મોકાનો ફાયદો ઉઠાવવા માગે છે. આ સંજોગોમાં તમે મારુતિ સુઝુકીની નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હતો તમારી પાસે એક સારો મોકો છે. હાલમાં કંપની Alto K10, WagonR અને celerio પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જોકે આ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ માત્ર કારના ઓટોમેટિક વર્ઝન પર જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારુતિ Alto K10 (AGS) : મારુતિ પોતાની નાની કાર Alto K10 પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની આ કાર પર 62,000 રૂ. જેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. દિલ્હીમાં Alto K10 (AGS)ની કિંમત 4.17 લાખ રૂ.થી શરૂ થાય છે. મારુતિ અલ્ટો K10ત એક પાવરફુલ કાર છે અને તેનું એન્જિન પોતાના સેગમેન્ટમાં સૌથી પાવરફુલ ગણાય છે. આ એન્જિન 68 પીએસનો પાવર અને 90 એનએમનો ટોર્ક આપે છે. આમાં 5 સ્પીડ મેન્યુઅલ અને AMTનો વિકલ્પ દેવામાં આવ્યો છે. આ કારમાં 24.07 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજનો દાવો કરવામાં આવ્યો છે. 


મારુતિ સુઝુકી celerio (AMT) : આ કાર પર મારુતિ 60,000 રૂ. ડિસ્કાઉન્ટ આપી રહી છે. દિલ્હીમાં આ કારના AMT મોડેલની એક્સ-શો રૂમ કિંમત 4.97 રૂ.થી શરૂ થાય છે. celerioમાં સ્પેસ બહુ સારી છે અને એમાં પાંચ લોકો સહેલાઈથી બેસી શકે છએ. પાવર સ્પેશિફિકેશનની વાત કરીએ તો એનું એન્જિન 67PSનો પાવર 90Nmનો ટોર્ક જનરેટ કરેછે. કારમાં ઓટો ગિયર શિફ્ટ (AGS)નો ઓપ્શન દેવામાં આવ્યો છે. 


મારુતિ સુઝુકી WagonR (AMT) : આ એક ફેવરિટ ફેમિલી કાર છે. કંપની આ કાર પર 70000 રૂ.નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આના AMT મોડેલની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 5.20  લાાખ રૂ.થી શરૂ થાય છે. આ કાર 1 લીટરમાં 19.3 kmplનું માઇલેજ આપે છે. સિટી ડ્રાઇવ માટે આ એક સારો વિકલ્પ સાબિત થાય છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...