નવી દિલ્લીઃ નવા નાણાકીય વર્ષ 1 એપ્રિલ, 2022થી શરૂ થવા જઈ રહ્યું છે. નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે બેંકોમાં કોઈ પબ્લિક ડિલિંગ થતી નથી. આ સાથે જ આ મહિનામાં જુદા જુદા ઝોનમાં કુલ 30 દિવસ પૈકી 15 દિવસ બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય. આવી સ્થિતિમાં, જો તમારી પાસે નવા નાણાકીય વર્ષમાં બેંક સાથે સંબંધિત કોઈ કામ હોય, તો તેને જલદીથી પતાવી લેવા આહ્વાન કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રિલમાં આ મોટા તહેવારો છે-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની વેબસાઈટ પર બેંકોને લગતી રજાઓની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે. આ વર્ષે એપ્રિલમાં ગુડી પડવા, આંબેડકર જયંતિ અને સરહુલ નિમિત્તે વિવિધ ઝોનની બેંકોમાં રજા રહેશે. આવતા મહિને બેંકોમાં કુલ 15 દિવસની રજા રહેશે. જેમાં ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવારની રજાઓનો સમાવેશ થાય છે.


નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે કોઈ કામ કરવામાં આવતું નથી-
1 એપ્રિલ, 2022(શુક્રવાર)- નવા મહિના અને નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે મોટાભાગના ઝોનમાં બેંકોમાં કામ કરવામાં આવશે નહીં. તેનું કારણ એ છે કે બેંક ખાતાઓનું વાર્ષિક ક્લોઝિંગ 1 એપ્રિલના રોજ થાય છે.


2 એપ્રિલ, 2022(શનિવાર)- બેલાપુર, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગર ઝોનમાં ગુડી પડવા/ઉગાદી ઉત્સવ/નવરાત્રી/તેલુગુ નવા વર્ષનો પ્રથમ દિવસ/સાજીબુ નોંગમ્પામ્બા (ચૈરોબા)ના અવસર પર બેંકો રહેશે બંધ.


3 એપ્રિલ, 2022(રવિવાર)- આ દિવસે બેંકોમાં સાપ્તાહિક રજા હોય છે.


4 એપ્રિલ, 2022(સોમવાર)- સરહુલના અવસરે રાંચી ઝોનમાં બેંકોની શાખાઓ બંધ રહેશે.


5 એપ્રિલ, 2022(મંગળવાર)- બાબુ જગજીવન રામની જન્મજયંતિ નિમિત્તે હૈદરાબાદ ઝોનની બેંકો રહેશે બંધ. 


9 એપ્રિલ, 2022(શનિવાર)- બેંકો મહિનાના બીજા શનિવારે રહેશે બંધ.


10 એપ્રિલ, 2022(રવિવાર)- સાપ્તાહિક રજા.


14 એપ્રિલ, 2022(ગુરૂવાર)- ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી/મહાવીર જયંતિ/બૈસાખી/તમિલ નવું વર્ષ/ચૈરોબા, બિજુ ઉત્સવ/બોહર બિહુના અવસર પર, શિલોંગ અને શિમલા ઝોન સિવાયના અન્ય તમામ ઝોનમાં બેંકો રહેશે બંધ.


15 એપ્રિલ, 2022(શુક્રવાર)- ગુડ ફ્રાઈડે/બંગાળી નવું વર્ષ/હિમાચલ દિવસ/વિશુ/બોહાગ બિહુ અવસરે, બેંકો જયપુર, જમ્મુ, શ્રીનગર સિવાયના સ્થળોએ રહેશે બંધ.


16 એપ્રિલ, 2022(શનિવાર)- બોહાગ બિહુના કારણે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.


17 એપ્રિલ, 2022(રવિવાર): સાપ્તાહિક રજા


21 એપ્રિલ, 2022(ગુરુવાર): અગરતાલામાં ગડિયા પૂજાના અવસર પર બેંકો રહેશે બંધ.


23 એપ્રિલ, 2022(શનિવાર): મહિનાના ચોથા શનિવારે બેંકો રહેશે બંધ.


24 એપ્રિલ, 2022(રવિવાર): સાપ્તાહિક રજા.


29 એપ્રિલ, 2022(શુક્રવાર): શબ-એ-કદર/જુમત-ઉલ-વિદાના અવસર પર જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.