SBI: દેશની સૌથી દિગ્ગજ બેંકની મોટી જાહેરાત! આ બેંકના શેર હશે તો મળશે ઢગલો રૂપિયા
SBI Q4 Results: દેશની સૌથી મોટી બેંક દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જેની પણ પાસે આ બેંકના શેર હશે તેને મળશે તગડી રકમ. શું છે આખી જાહેરાત અને કઈ રીતે તમારા ઘરે થઈ શકે છે રૂપિયો વરસાદ જાણો વિગતવાર...
દેશની દિગ્ગજ બેંકની મોટી જાહેરાત! આ બેંકના શેર હશે તો મળશે ઢગલો રૂપિયા
-
business, banking sector, state bank of india, sbi, money, share mare, sbi share holders, sbi q4 results, એસબીઆઈ, શેર હોલ્ડર્સ, ડિવિડન્ટ, મોટી જાહેરાત, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, રોકાણકારો, કમાણી
-
-
SBI Q4 Results: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટેલેકે, SBI એ દેશની સૌથી મોટી બેંક છે. રિઝર્વ બેંક તો ઓવર ઓલ બેંકનું સંચાલન કરે છે. પણ તેના પછી બેંકિંગ સેક્ટરમાં જો ભારતની સૌથી મોટી કોઈ સંસ્થા હોય તો એ છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા. હાલમાં જ SBI દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ કોર્ટરમાં તગડો નફો કર્યો છે. જીહાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 3 મહિનામાં ₹21,384 કરોડનો નફો કર્યો, રોકાણકારોને ડિવિડન્ડની ભેટ આપી છે.
નાણાકીય વર્ષ 2023-24માં SBIનો એકીકૃત નફો 20.55 ટકા વધીને રૂ. 67,084.67 કરોડ થયો છે. જે FY23માં તે રૂ. 55,648.17 કરોડ હતો. માર્ચ ક્વાર્ટરમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ચોખ્ખી આવક એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 1.06 લાખ કરોડથી વધીને રૂ. 1.28 લાખ કરોડ થઈ હતી. ક્વાર્ટરમાં બેંકનો ઓપરેટિંગ ખર્ચ રૂ. 29,732 કરોડથી ઘટીને રૂ. 30,276 કરોડ થયો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કુલ જોગવાઈઓ એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 3,315 કરોડથી લગભગ અડધી ઘટીને રૂ. 1,609 કરોડ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છેકે, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંકે ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ સાથે બેંકે શેરધારકોને ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. આ અંગે નિવેદન આપતા બેંકે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 24 ના જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં નફામાં 18 ટકાનો વધારો થયો હતો.
કેવું રહ્યું SBIનું પરફોર્મન્સ?
SBIએ જણાવ્યું કે માર્ચ ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 18 ટકા વધીને રૂ. 21,384 કરોડ થયો છે.
બેંકે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેનો સ્ટેન્ડઅલોન બેઝિસ નફો એક વર્ષ અગાઉ રૂ. 16,694.51 કરોડથી વધીને રૂ. 20,698.35 કરોડ થઈ ગયો છે.