નવી દિલ્હીઃ ભારતમાં વધતી વસ્તીને જોઈ બજારમાં વસ્તુઓની માંગ સતત વધી રહી છે. તેવામાં વસ્તુઓની વધતી માંગને જોતા કોટન બડ્સ એક સારો બિઝનેસ આઈડિયા સાબિત થઈ શકે છે. તેમાં ખર્ચ ખુબ ઓછો અને નફો વધુ થાય છે. ભારત સરકાર પણ મેડ ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે. નવા સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ માટે આર્થિક સહાયતા મળે છે. કોટન બડ્સનો બિઝનેસ તમે ઘર બેઠા શરૂ કરી શકો છો. કોડન બડ્સ તમે મશીન દ્વારા બનાવી શકો છો. શરૂઆત તમે નાના મશીનથી કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cotton Buds બનાવવા માટે એક પાતળી સળી ભલે તે પ્લાસ્ટિકની હોય કે લાકડીની. બંને છેડે રૂ લગાવવામાં આવે છે. જેથી કાનની સફાઈ કરવામાં આવે તો તેને નુકસાન ન પહોંચે. તેને Cotton Buds કે Cotton Swab કહેવામાં આવે છે.


કોટન બડ્સ બનાવવા માટે સામાન
રોટન બડ્સ બનાવવા માટે તેની સ્ટીક સામાન્ય રીતે લાકડીની બનાવવામાં આવે છે. તે ઈકો ફ્રેન્ડલી પણ હોય છે. લાકડીથી બનેલ સ્પિંડલને લઈ આવો. તેની લંબાઈ 5થી 7 સેન્ટીમીટર હોવી જોઈએ. બજારમાં તે સામાન્ય કિંમતમાં મળી જશે. ત્યારબાદ કપાસ એટલે કે રૂની જરૂર પડશે. જેને તમે સ્પિંડલના બંને છેડે લગાવશો. તમને આ રૂ પણ બજારમાંથી મળી જશે. બડ્સના બંને છેડે રૂ ચોંટાડવા માટે તમે એક એવો ચોંટાડવાનો પદાર્થ વાપરવો પડશે, જે તેના બંને છેડે લગાવી શકાય. જેથી રૂ મજબૂતી સાથે બંને છેડે ચોંટી જાય.


આ પણ વાંચોઃ તહેવારો પહેલા મળ્યા ખુશખબર! ઘટી ગયો સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો


કોટન બડ્સ માટે કેમિકલની જરૂર
કોટન બડ્સ સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ તેની અસર સૈલૂલોઝ પોલિમર કેમિકલ (Cellulose Polymer chemicals) લગાવી દો. જેથી રૂમાં સ્પોટિંગ અને ફૂગ ન લાગે. જેથી કોટન લાંબા સમય સુધી ખરાબ થતું નથી.


કોટન બડ્સના બિઝનેસથી કઈ રીતે કરશો કમાણી
કોટન બડ્સ બનાવ્યા બાદ તમે મેડિકલ સ્ટોર, હોસ્પિટલ, ટેસ્ટિંગ લેબ્સ, કોસ્ટેમિક પ્રોડક્ટ્સની દુકાનો, બ્યૂટી પાર્લર સેન્ટર, ઈલેક્ટ્રોનિક રિપેયરિંગ માર્કેટ, પેન્ટિંગ પ્રોડક્ટ્સ માર્કેટમાં વેચી શકો છો. આજકાલ મિની સ્ટોર, જનરલ સ્ટોર જ્યાં પર ઘણા મેડિકલ ઈક્વિપમેન્ટ વેચાઈ છે. ત્યાં પણ કોટન બડ્સ વેચી શકો છો.