આ શાનદાર બિઝનેસથી વર્ષે કરો રૂપિયા 12 લાખની કમાણી, સરકાર આપશે લોન
Business Idea: જ્યારે તમે આ બિઝનેસમાંથી મોટી કમાણી કરવાના સપનાં જુઓ છે તેમજ તમારે રોકાણના પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. જો તમે બીજાના ત્યાં નોકરી કરવાને બદલે તમારો પોતાનો કટલરીનો વ્યવસાય શરૂ કરો.
Cutlery Business:જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, પરંતુ તમારી પાસે આ માટે વધારે પૈસા નથી, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ, અમે જે બિઝનેસ વિશે વાત કરી રહ્યા છીએ તે દરેક ઘરમાં જરૂરી છે.
અમે જે વ્યવસાય વિશે વાત કરી રહ્યા છીએ તે કટલરીનો વ્યવસાય છે. આ વ્યવસાયમાં તમારે ફક્ત એક જ વાર રોકાણ કરવું પડશે અને તમે જીવનભર તેમાંથી મોટી કમાણી કરી શકો છો. આ વ્યવસાય શરૂ કરવા માટે અહીં મહત્વની વિગતો જુઓ...
આ પણ વાંચો: ઓ બાપ રે! 2BHK ફ્લેટનું ભાડું 50,000 Rs, આ શહેરમાં મકાનોના ભાડાએ તોડ્યો રેકોર્ડ
આ પણ વાંચો: Indian Railways: આ છે 'કરોડપતિ' TT, મુસાફરોને દંડ ફટકારી ભરી દીધો રેલવેનો ખજાનો
આ પણ વાંચો: દુલ્હને Whatsapp પર વરરાજાને મોકલ્યો આવો મેસેજ, વાંચીને ધ્રૂસકે-ધ્રૂકકે રડવા લાગ્યો
આ પણ વાંચો: સોનાએ આપ્યું બમ્પર વળતર! GOLDનો ભાવ 68000એ પહોંચશે, આ છે મોટા કારણો
સરકાર તરફથી લોન મળશે
જો તમે આ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમારે ફંડ એકત્ર કરવા માટે વધારે ચિંતા કરવાની પણ જરૂર નથી. કારણ કે તમને મુદ્રા યોજના હેઠળ મોદી સરકાર તરફથી લોન મળશે. આ બિઝનેસમાં તમને તમામ ખર્ચો કાઢીને એટલો નફો મળશે કે તમે ધીરે ધીરે લોનની રકમ ચૂકવી શકશો.
આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો ધુમાડો! જોઈ લો આ વીડિયો
કટલરી વ્યવસાયની કિંમત
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે લગભગ 20.79 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. લોનમાંથી મળેલી રકમનો ઉપયોગ કટલરી બનાવવા માટે યુનિટ સ્થાપવા માટે કરવામાં આવશે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 15 લોકોની જરૂર પડશે. આ વ્યવસાયમાં, તમારે આ વસ્તુઓની જરૂર પડશે, જેમાં મશીનરી, પ્લાન્ટ, જમીન, ફર્નિચર અને કાર્યકારી મૂડીનો સમાવેશ થાય છે. મશીનો માટે ઇલેક્ટ્રોપ્લેટિંગ મશીન, બફિંગ અને પોલિશિંગ મશીનો અને કેટલાક અન્ય સાધનોની જરૂર પડશે.
આ ધંધામાં ઘણો નફો થશે
ખાદી ગ્રામોદ્યોગના પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, તમારું વેચાણ અંદાજે રૂ. 1.22 કરોડ વાર્ષિક રહેશે. જો આમાંથી ઉત્પાદન ખર્ચ 94 લાખ 50 હજાર રૂપિયાની આસપાસ આવે છે, તો તમને લગભગ 27.84 લાખ રૂપિયાનો કુલ નફો થશે. આ પછી, તેમાંથી તમામ ખર્ચ કાઢ્યા પછી, ચોખ્ખો નફો વાર્ષિક આશરે 12 લાખ રૂપિયા થશે. તે મુજબ, તમે આ વ્યવસાયથી દર મહિને લગભગ 1 લાખ રૂપિયા કમાઈ શકો છો.
( Disclaimer : આ આંકડામાં વઘધટ થઈ શકે છે, તમે વ્યવસાય કેવી રીતે કરો છે એની પર બધું જ આધારિત છે.)
આ પણ વાંચો: Sexual Diseases: કોઇપણ લક્ષણો વિના થઇ શકે છે આ 5 યૌન રોગ, શું તમે જાણો છો?
આ પણ વાંચો: ગેસ પર શેકેલી રોટલી આટલી છે ખતરનાક, સ્ટડીમાં થયો ખુલાસો
આ પણ વાંચો: પાણીમાં ડૂબી ગયા 17.50 કરોડ, આ ફ્લોપ ખેલાડીએ પોતાના દમ પર ડુબાડી મુંબઇની નૈયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube