Business Idea: જો તમે પોતાનું કઈ કામ કરવા માંગતા હોવ તો આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જેમાં તમને તગડી કમાણી થઈ શકે છે. આ બિઝનેસની ખાસ વાત એ છે કે તમે આ કામને ઘરે બેઠા પણ કરી શકો છો અને તેના માટે વધુ રોકાણની પણ જરૂર નહીં પડે. તમે ઓછા પૈસા આ બિઝનેસ શરૂ કરી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બિઝનેસ છે મધમાંથી જામ બનાવવાનો. ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ આ બિઝનેસ અંગે પૂરેપૂરો રિપોર્ટ તૈયાર રાખ્યો છે. જેના આધારે તમે આ કામ શરૂ કરી શકો છો. જાણો તેના વિશે...


હની જામ બનાવવાનો બિઝનેસ
મધ પોતાના પોષકતત્વો વિશે જાણીતુ છે અને તેનો ઉપયોગ વિવિધ ખાદ્ય અને મેડિક્લિનિકલ એપ્લિકેશનમાં થાય છે. મધ વિશે વધતી જાગૃતતના કારણે અલગ અલગ વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સની ભારતમાં સારી માંગણી થઈ શકે છે. ડાઈવર્સિફાઈડ પ્રોડક્ટ્સમાં હનીનો ઉપયોગ તેનું વેચાણ વધારશે. તેનાથી મધનું વેચાણ વધારવામાં મદદ મળશે અને મધમાખી ઉછેર  કરનારાઓની કમાણી પણ વધશે. આ પ્રકારે હની બેસ્ડ વેલ્યૂ એડેડ ફૂડ પ્રોડક્ટ્સ ઈન્ડસ્ટ્રી ગ્રામીણ ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારી પેદા કરશે. આવામાં આ બિઝનેસ કમાણીવાળો સાબિત થઈ શકે છે. 


પ્રોજેક્ટ કોસ્ટ
ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમીશન (KVIC) દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ પ્રોફાઈલ રિપોર્ટ મુજબ હની જામ બનાવવાનો ધંધો શરૂ કરવા માટે તમારી પાસે પોતાની જગ્યા હોવી જરૂરી છે. તમારી પાસે સ્પેસ ન હોય તો તમે ભાડે લઈ શકો છો. ઈક્વિપમેન્ટની ખરીદી પર 1.50 લાખ રૂપિયા ખર્ચાશે. આ સાથે જ 1.65 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂર પડશે. આ પ્રકારે કુલ પ્રોજેક્ટ કોસ્ટ 3,15,000 રૂપિયા થાય. 


Gold Rate Today: સોનાના ભાવમાં કડાકો, લગડી-દાગીના લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ


કેટલી થઈ શકે છે આવક
પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ જો તમે 100 ટકા ક્ષમતાનો ઉપયોગ કરી પ્રોડક્શન કરશો તો વાર્ષિક 7 લાખ રૂપિયાનું પ્રોડક્શન કરી શકશો. પ્રોજેક્ટેડ સેલ્સ કોસ્ટ 17,50,000 રૂપિયા થશે. ગ્રોસ સરપ્લસ 7,21,000 રૂપિયા થશે. અંદાજિત નેટ સરપ્લસ 7,06,000 રૂપિયા વાર્ષિક થશે. એટલે કે તમે દર મહિને લગભગ 60,000 રૂપિયાની કમાણી કરી શકશો. 


KVIC એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ આંકડા ફક્ત સાંકેતિક છે અને તે અલગ અલગ જગ્યાએ બદલાઈ શકે છે. જો તમે બિલ્ડિંગ બનાવવા પર ખર્ચ ન કરો અને ભાડે જગ્યા લો તો તમારા પ્રોજેક્ટની કોસ્ટ ઘટી જશે. કેપિટલ એક્સપેન્ડેચર પર વ્યાજ પણ ઓછું થઈ જશે અને તમારો નફો વધી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube