Business Idea: જો તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો અમે તમારા માટે એક સુપરહિટ બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. તેને શરૂ કરવા તમે કમાણી કરવા લાગશો. તેનો ખર્ચ પણ ખુબ ઓછો છે. આ કેળાના પાઉડરનો બિઝનેસ છે. તેવામાં જે કોઈ ખેડૂત કેળાની ખેતી કરે છે આ સાથે તે કેળાના પાઉડરનો બિઝનેસ પણ શરૂ કરી શકે છે. તેનાથી તમારી કમાણી પણ વધી જશે. કેળાના પાઉડરનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે 10-15 હજાર રૂપિયાની જરૂર પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાઉડર બનાવવા માટે બે મશીનની જરૂર પડશે. પ્રથમ Banana Dryer Machine અને બીજુ Mixture Machine ની જરૂર પડશે. આ બંને મશીનોને તમે ઓનલાઈન વેબસાઇટ કે ઓનલાઈન ખરીદી શકો છો. તમે ઓફલાઈન તમારી નજીકની માર્કેટમાંથી તેની ખરીદી કરી શકો છો.


કઈ રીતે બનાવશો કેળાનો પાઉડર
સૌથી પહેલા કેળાના ફળને સોડિયમ હાઇપોક્લોરાઇડના મિશ્રણથી સાફ કરો. પછી હાથેથી છોલી તુરંત સાઇટ્રિક એસિડમાં પાંચ મિનિટ સુધી ડૂબાડી રાખી દો. ત્યારબાદ ફળને નાના-નાના પીસમાં કાપી લો. પછી કેળાના ટુકડાને 60 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર હોટ એર ઓવનમાં સુકવવા માટે રાખી દો. જેનાથી કેળાના ટૂકડા સુકાઈ જાય. ત્યારબાદ મિક્સીમાં આ ટુકડાને નાખી બારિક પીસી લો. તેને ત્યાં સુધી પીસવાના છે, જ્યાં સુધી ઝીણો પાઉડર ન બની જાય.


આ પણ વાંચોઃ 3 એપ્રિલે ઓપન થશે નવા નાણાકીય વર્ષનો પ્રથમ આઈપીઓ, એરટેલની કંપની ખોલશે ખાતું


કમાણી
કેળાથી તૈયાર પાઉડર હલ્કા પીળા રંગનો હોય છે. તૈયાર પાઉડરને પોલીથિન બેગ કે પછી બોટલમાં પેક કરી શકો છો. કેળાનો પાઉડર બનાવવામાં તેનો ખર્ચ ખુબ ઓછો આવે છે. બજારમાં તે 800 રૂપિયાથી 1000 રૂપિયા કિલો સુધી વેચાઈ છે. એટલે કે જો તમે દરરોજ 5 કિલો કેળાનો પાઉડર બનાવો છો તો તેમાં 3500થી 4500 રૂપિયાનો પ્રોફિટ થશે. 


ફાયદા
કેળાનો પાઉડર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બાળકો માટે પણ કેળાનો પાઉડર ખુબ ફાયદાકારક છે. પાચન શક્તિને મજબૂત બનાવવામાં કેળાનો પાઉડર ફાયદાકારક છે. સ્કિન માટે પણ તે લાભકારી છે.