Business Idea: જબરદસ્ત કમાણી, આ બિઝનેસથી દર મહિને કમાઈ શકો છો 2 લાખ રૂપિયા, જાણો વિગતો
Business Idea: આજકાલ અનેક લોકો પોતાનો વેપાર શરૂ કરવા માંગે છે. પરંતુ કેટલીકવાર તેમને જે શાનદાર બિઝનેસ આઈડિયાની જરૂર હોય છે તે મળી શકતો નથી. આ સાથે જ મોટાભાગના બિઝનેસને શરૂ કરવા માટે મૂડીની પણ જરૂર પડતી હોય છે. તેમને એ ડર પણ હોય છે કે ક્યાંક શરૂ કર્યા પછી રિટર્ન બરાબર મળશે કે નહીં.
Business Idea: આજકાલ અનેક લોકો પોતાનો વેપાર શરૂ કરવા માંગે છે. પરંતુ કેટલીકવાર તેમને જે શાનદાર બિઝનેસ આઈડિયાની જરૂર હોય છે તે મળી શકતો નથી. આ સાથે જ મોટાભાગના બિઝનેસને શરૂ કરવા માટે મૂડીની પણ જરૂર પડતી હોય છે. તેમને એ ડર પણ હોય છે કે ક્યાંક શરૂ કર્યા પછી રિટર્ન બરાબર મળશે કે નહીં. તો અહીં અમે તમને એક એવા શાનદાર બિઝનેસ વિશે જણાવીશું જે તમે એકદમ ઓછા રોકાણ સાથે શરૂ કરી શકો છો.
અમે તમને સ્નેક્સ એટલે કે નાશ્તા કે નમકીનના બિઝનેસની વાત કરી રહ્યા છીએ. આ બિઝનેસમાં તમે સારું રિટર્ન મેળવી શકશો. આપણા દેશમાં વિવિધ પ્રકારના નમકીન કે નાસ્તાનું ચલણ ખુબ છે. લોકો ખુબ મજા લઈને ખાતા હોય છે. તેને તમે ગામમાં કે પછી શહેરમાં પણ શરૂ કરી શકો છો. મોટાભાગના લોકો સવારે ચા સાથે બિસ્કિટ-નમકીન ખાવાનું પસંદ કરતા હોય છે. આમ તો માર્કેટમાં અનેક પ્રકારના નમકીન અવેલેબલ હોય છે. પરંતુ જો તમે લોકોને તમારા નમકીનમાં કઈંક અલગ સ્વાદ આપશો તો તમારા માટે ગણતરીના દિવસોમાં એક મોટું માર્કેટ તૈયાર થઈ શકે છે.
કેવી રીતે શરૂ કરવું
નમકીન બનાવવા માટે સેવ મેકિંગ મશીન, ફ્રાયર મશીન, મિક્સિંગ મશીન, પેકેજિંગ અને વજન કરવાનું મશીન વગેરેની જરૂર હોય છે. આ બિઝનેસ તમે નાનકડી દુકાન કે પછી ફેક્ટરી શરૂ કરીને કરી શકો છો જે 300 વર્ગ ફૂટથી 500 વર્ગ ફૂટની જગ્યામાં બની શકે છે. આ સાથે જ ફેક્ટરી શરૂ કરવા માટે અનેક પ્રકારની સરકારી મંજૂરીઓની પણ જરૂર પડશે. જેમ કે ફૂડ લાઈસન્સ, એમએસએમઈ રજિસ્ટ્રેશન અને જીએસટી રજિસ્ટ્રેશન જેવી તમામ જરૂરિયાતો પૂરી કરવી પડશે.
નમકીન બનાવવા માટે તમને કાચા માલની પણ જરૂર પડશે. એટલે કે બેસન, ઓઈલ, મીઠું અને અન્ય મસાલા, મેદો, તેલ, અનેક પ્રકારની દાળ વગેરે વસ્તુઓની જરૂર પડશે. આ ઉપરાંત વધુ કર્મીઓની પણ જરૂર પડશે. તથા ઓછામાં ઓછા 5-8 કિલોવોટનું વિજળી કનેક્શન પણ લેવું પડશે.
થશે ધૂરંધર કમાણી!
આ સમગ્ર બિઝનેસને શરૂ કરવા માટે ઓછામાં ઓછા 2 લાખ અને વધુમાં વધુ 6 લાખ રૂપિયા લાગશે. ત્યારબાદ તમે ગણતરીના દિવસોમાં થયેલા ખર્ચથી લગભગ 20થી 30 ટકા નફો કમાઈ શકશો. જો તમે 6 લાખ રૂપિયા ખર્ચ કરશો તો તમને 30 ટકા ફાયદો જરૂર થશે. એટલે કે 2 લાખ રૂપિયા સુધી સરળતાથી કમાણી થઈ જશે.