નવી દિલ્હી: જો તમે પણ ઓછા રોકાણ સાથે બમ્પર અર્નિંગ બિઝનેસ પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમારા માટે એવો બિઝનેસ આઈડિયા લાવ્યા છીએ કે તમે ઘરે બેસીને શરૂ કરી શકો છો અને સારા પૈસા કમાઈ શકો છો. આ મશરૂમની ખેતીનો બિઝનેસ આઈડિયા (Business Idea) છે. તમે તેને માત્ર 5 હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો. તમારે આ વ્યવસાયમાં વધુ સંસાધનોની પણ જરૂર પડશે નહીં. ચાલો આ વ્યવસાય વિશે વિગતવાર જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જબરદસ્ત બિઝનેસ આઇડિયા!
આજકાલ મશરૂમની ખેતીનો ધંધો ચલણમાં છે. વધતી માંગને કારણે લોકોએ ઘરે પણ તેની ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. તમે મશરૂમ ફાર્મિંગ કરીને દર મહિને ઘણી કમાણી કરી શકો છો. આ બિઝનેસ માટે તમારે વધારે રોકાણ કે જગ્યાની પણ જરૂર નથી. મશરૂમ ફાર્મિંગ બિઝનેસ (Mushroom Farming Business) માત્ર એક રૂમમાંથી શરૂ કરી શકાય છે અને આમાં નફો પણ સારો છે.


લગ્ન થતાં જ કેટરીનાએ આપ્યો સલમાન ખાનને દગો! જાણીને રહી જશો દંગ


મશરૂમ ખેતી માટે જગ્યા
મશરૂમની ખેતી માટે તમારે 30 થી 40 ગજના પ્લોટમાં બનાવેલ એક રૂમની જરૂર પડશે, જેમાં કમ્પોજટ એટલે કે મશરૂમ ઉગાડનાર જમીન અને બીજનું મિશ્રણ રાખવાનું છે. એટલે કે આ બિઝનેસમાં તમારે વધારે જગ્યાની પણ જરૂર નહીં પડે.


આટલા દિવસોમાં ઉગે છે મશરૂમ
જો તમે પણ મશરૂમની ખેતી કરવા માંગો છો, તો તેના માટે તમને બજારમાંથી કમ્પોજટ સરળતાથી મળી જશે. આ ઉપરાંત તમે પહેલાથી તૈયાર કમ્પોજટ પણ ખરીદી શકો છો. ધ્યાન રાખો કે તમારે તેને છાંયડામાં અથવા રૂમમાં રાખવા પડશે. ત્યારબાદ 20 થી 25 દિવસમાં મુશરૂમ ઉગવાના શરૂ થઈ જશે.


સોશિયલ મીડિયા પર લોહિયાળ સંઘર્ષનો વીડિયો વાયરલ, એકબીજા પર વરસાવી રહ્યા હતા લાકડીઓ


ટ્રેનિંગ લઈને શરૂ કરો બિઝનેસ
મશરૂમની કિંમત 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી નથી. તમારે આ વ્યવસાયમાં વધારે રોકાણ કરવાની જરૂર નથી, પરંતુ તેમાં નફો ઘણો વધારે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે, ઘણી સંસ્થાઓ ખેતીની તાલીમ પણ આપે છે, જેથી તમે આ વ્યવસાયને વધુ સારી રીતે કરી શકો.


મશરૂમ કેવી રીતે વેચવું
આ બિઝનેસની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે તમારા ખિસ્સા એટલે કે તમારા બજેટ પ્રમાણે તેમાં પૈસા રોકી શકો છો. એકવાર મશરૂમ ઉગી જાય, પછી તમે તેને સરળતાથી તમારા ઘરની અંદર પેક કરી શકો છો. પેક કર્યા પછી, તમે તેને બજારમાં અથવા ઓનલાઈન વેચી શકો છો. આ રીતે તમે તમારો બિઝનેસ મોટા પાયે શરૂ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube