PAN Card Link with Aadhaar: નાણાાંકીય લેવડદેવડ તેમજ આવકવેરા વિભાગને લગતા કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી ઓળખપત્રો છે. આ બંને ઓળખપત્રોને લિંક કરવા અનિવાર્ય છે. પાન અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ પહેલા 31 માર્ચ 2020 હતી, જો કે કેન્દ્ર સરકારે આ સમયમર્યાદા વધારીને 31 માર્ચ 2023 કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ પણ એવા ઘણા લોકો છે, જેમણે આ બંને ઓળખપત્રોને લિંક નથી કરાવ્યા. જેને જોતાં આવકવેરા વિભાગે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે જે પાન નંબર માર્ચ, 2023 સુધી આધાર સાથે લિંક નહીં કરાય, તે પાન કાર્ડ રદ થઈ જશે. 


પાન-આધાર લિંક કરાવવાથી કોને છૂટ-
મે, 2017માં કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર છૂટની શ્રેણીમાં અસમ, જમ્મુ કાશ્મીર અને મેઘાલય રાજ્યોમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તેમજ જે લોકો ભારતનાં નાગરિક નથી તેમને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. 
 


આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube