ખાતામાં બેલેન્સ નહીં હોય તો પણ બેંક આપશે પૈસા! આ રીતે લઈ શકો છો યોજનાનો લાભ
પ્રધાનમંત્રી જનધન યોજના સૌથી મહત્વકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે, આ પીએમજેડીવાય ખાતું ઝીરો બેલેન્સથી ખોલવામાં આવી રહ્યું છે. જે બેન્કીંગ/બચત તથા જમા ખાતા, વિપ્રેષણ, ઋણ વીમા, પેન્શન સુધી પહોંચી સુનિશ્ચિત કરે છે. આ ખાતા માટે કોઈ પણ બેન્ક શાખા અથવા વ્યવસાય પ્રતિનિધિ આઉટલેટમાં ખોલી શકાય છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ હવે આપના અકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો પણ 10,000 રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મળી શકે છે. જો આપ પણ જનધન અકાઉન્ટ ધરાવતા હોવ તો આ સમાચાર આપના માટે ખૂબ અગત્યના છે. કારણ કે હવે આપના અકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો પણ 10,000 રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મળી શકશે. જન ધન યોજના ખાતા ધારકને આ ઉપરાંત કેટલીય સુવિધાઓ મળે છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ઝીરો બેલેન્સ સેવિંગ ખાતું ખોલે છે. અને તેમાં દુર્ઘટના વીમો, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, ચેક બુક સહિત કેટલાય બીજા લાભ પણ મળે છે. આ એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ છે. જેથી આ સુવિધા ઓછા સમયની લોન જેવું કામ કરે છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી પરંતુ સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી દીધી છે.
પ્રધાનમંત્રી જનધન યોજના સૌથી મહત્વકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે, આ પીએમજેડીવાય ખાતું ઝીરો બેલેન્સથી ખોલવામાં આવી રહ્યું છે. જે બેન્કીંગ/બચત તથા જમા ખાતા, વિપ્રેષણ, ઋણ વીમા, પેન્શન સુધી પહોંચી સુનિશ્ચિત કરે છે. આ ખાતા માટે કોઈ પણ બેન્ક શાખા અથવા વ્યવસાય પ્રતિનિધિ આઉટલેટમાં ખોલી શકાય છે.
કેવી રીતે ખોલાવશો આ અકાઉન્ટ:
પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત આપ ખાતું પબ્લિક સેક્ટર બેન્કમાં અથવા આપ ઈચ્છો તો પ્રાઈવેટ બેન્કમાં પણ આપનું જનધન અકાઉન્ટ ખોલાવી શકો છો. જો તમારી પાસે કોઈ અન્ય સેવિંગ અકાઉન્ટ છે તો આપ તેને જનધન ખાતામાં પણ બદલી શકાય છે. ભારતમાં રહેનારા કોઈ પણ નાગરિક કે જેની ઉંમર 10 વર્ષ અથવા તેનાથી વધારે હોય તે આ જનધન ખાતું ખોલાવી શકે છે.
હવે 10,000 રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકશે:
આ એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ છે. જેથી આ સુવિધા ઓછા સમયની લોન જેવું કામ કરે છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી પરંતુ સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી દીધી છે. આ અકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા માટે મહત્તમ ઉંમર 65 વર્ષની છે. ઓવરડ્રાફ્ટ સુવિધાનો ફાયદો મેળવવા માટે આપનું જન ધન અકાઉન્ટ ઓછામાં ઓછા 6 મહિના જુનુ હોવું જોઈએ. હવે આપના અકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો પણ 10,000 રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મળી શકશે.
યોજના સાથે સંકળાયેલા વિશેષ લાભો નીચે મુજબ છે:
બેંક થાપણો પર વ્યાજ દર વધુ-
કોઈ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂરી નથી.
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ લાભાર્થીને સામાન્ય શરતો મુજબ તેના મૃત્યુ પર રૂ. 30,000નો જીવન વીમો ચૂકવવાપાત્ર રહેશે.
સમગ્ર ભારતમાં નાણાંનું સરળ ટ્રાન્સફર-
સરકારી યોજનાઓના લાભાર્થીઓને આ ખાતા દ્વારા લાભ ટ્રાન્સફર મળશે.
છ મહિના જુના ખાતા ધારકની સંતોષકારક કામગીરી બાદ ઓવરડ્રાફ્ટ સુવિધા આપવામાં આવશે.
ઉત્પાદનોની ઍક્સેસ-
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ વ્યક્તિગત અકસ્માત વીમા હેઠળનો દાવો ચૂકવવાપાત્ર થશે.
રૂ. 10000/- સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઘર દીઠ માત્ર એક ખાતામાં ઉપલબ્ધ છે, ઘરની મુખ્ય મહિલાઓ માટે
પેન્શન, દુર્ઘટના વીમો, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, ચેક બુક સહિત કેટલાય બીજા લાભ પણ મળે છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના 2022:
આ યોજના હેઠળ દેશના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ગરીબ લોકોને લાભ મળે છે. આ યોજના હેઠળ જો કોઈ ખાતા ધારક કોઈ કારણસર મૃત્યુ પામે છે, તો કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીના પરિવારને રૂ. 30,000નું વધારાનું વીમા કવચ પ્રદાન કરવામાં આવશે. પ્રધાનમંત્રી જન ધન યોજના 2022 ને જન ધન ખાતું પણ કહેવામાં આવે છે. આ યોજના હેઠળ ગરીબ લોકો સરળતાથી પોતાનું ખાતું ખોલાવી શકે છે. આ માટે તેમણે કોઈ પૈસા ચૂકવવા પડશે નહી. ન તો તેમને ખાતું ખોલાવવા માટે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે. આ યોજના દ્વારા દેશના લોકોને સરળતાથી નાણાકીય સેવાઓ મળી શકશે.