Income Tax Exemption: બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાનને આગળ ધપાવવા સરકાર ઉભી કરી શકે છે નવી વ્યવસ્થા. અત્યારથી જ થઈ રહ્યું છે આગામી બજેટમાં તે અંગેનું ખાસ આયોજન. લોકસભાની ચૂંટણી પહેલાં જ મોદી સરકારે તૈયાર કરી દીધો છે આગામી રોડ મેપ અને બજેટ અંગેનો માસ્ટર પ્લાન. ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સર્વોચ્ચ સંસ્થા ICAIએ કર પ્રણાલીમાં કન્યા કેળવણી એટલેરેસ છોકરીઓના શિક્ષણને લગતા ખર્ચ માટે અલગ કપાત કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે ગ્રીન પ્રોજેક્ટ્સ અને કૌશલ્ય વિકાસ સાથે સંબંધિત એકમોને ટેક્સમાં પ્રોત્સાહન આપવાનો પણ પ્રસ્તાવ મુક્યો છે. નવી સરકારની રચના બાદ રજૂ થનાર બજેટ પહેલા ICAIએ તેનો પ્રસ્તાવ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ને મોકલ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ નવી સરકાર રજૂ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8.5 લાખ વિદ્યાર્થીઓ અને ચાર લાખ સભ્યો ICAI સાથે જોડાયાઃ
ICAI દ્વારા આપવામાં આવેલી દરખાસ્તોમાં, એવું કહેવામાં આવ્યું હતું કે નવી કર વ્યવસ્થા અને વૈકલ્પિક કર પ્રણાલી બંને હેઠળ, છોકરીઓના શિક્ષણને લગતા ખર્ચની કપાત માટે અલગ જોગવાઈ કરવી જોઈએ. લગભગ 8.5 લાખ વિદ્યાર્થીઓ અને ચાર લાખથી વધુ સભ્યો ICAI સાથે સંકળાયેલા છે. ICAIએ જણાવ્યું હતું કે વ્યક્તિગત કરવેરા પ્રણાલી સંબંધિત અન્ય સૂચનોમાં નવી કર વ્યવસ્થામાં મેડિક્લેમ પ્રીમિયમ ચુકવણી માટે કપાતની જોગવાઈનો સમાવેશ, પ્રમાણભૂત કપાતમાં નિયમિત વધારો અને વિવાહિત યુગલો માટે સંયુક્ત કરવેરાનો વિકલ્પ સામેલ છે.


ગ્રીન બોન્ડ ખરીદનારને વ્યાજમાં છૂટ મળી શકે છે-
આ ઉપરાંત, ICAI એ ગ્રીન પ્રોજેક્ટ્સમાં રોકાયેલી કંપનીઓ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે ટેક્સ પ્રોત્સાહનોની પણ હિમાયત કરી છે. એવી દરખાસ્ત પણ કરવામાં આવી હતી કે ગ્રીન બોન્ડના ખરીદદારોને મળતા વ્યાજમાંથી મુક્તિ મળી શકે અથવા તેના પર રાહત દર લાગુ કરી શકાય. કંપનીઓ પરના કરવેરા અંગે, ICAI એ અંદાજિત આવકની જોગવાઈઓ સાથે ટેક્સ ઓડિટ જોગવાઈઓને મેચ કરવાનું સૂચન કર્યું છે, અંદાજિત આવક વ્યવસ્થાને સરળ બનાવવી અને ભાગીદારોના સ્વીકાર્ય મહેનતાણુંની ગણતરી માટે મર્યાદા વધારવાનું સૂચન કર્યું છે.


આ ઉપરાંત ચેરિટેબલ ટ્રસ્ટના કરવેરા સંબંધિત જોગવાઈઓને તર્કસંગત બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. ICAIના ચેરમેન રણજીત કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, 'ગ્રીન ફાઇનાન્સ વધારવા અને ગ્રીન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે અમે ગ્રીન પ્રોજેક્ટ્સ શરૂ કરતી સંસ્થાઓને વિશેષ પેકેજ આપવાની હિમાયત કરી છે. આવી સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા ગ્રીન બોન્ડના ગ્રાહકોની વ્યાજની આવકમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.