Credit Cards Users સાવધાન! ચોરી-છૂપે આ રીતે યૂઝર્સને બનાવાય છે ઉલ્લુ! જાણીલો ક્યાંક તમે પણ...
આજકાલ ક્રેડિટ કાર્ડ રાખવું સો કોઈ માટે સામાન્ય થઈ ગયું છે. તમારી પાસે પૈસા ન હોય તો પણ તમને ખર્ચ કરવાની સુવિધા ક્રેડિટ કાર્ડ આપે છે. તમારે બિલ બાદમાં ચૂકવવાનું રહે છે. પરંતુ શું તમને ખબર છે તમને આ સુવિધા આપવાની સાથે તમારા પર કેટલાક છુપા ચાર્જિસ લગાવવામાં આવે છે.
નવી દિલ્લીઃ જો તમારી પાસે એવો ફોન આવે છે કે, જે તે બેંક તમને ફ્રીમાં ક્રેડિટ કાર્ડ ઑફર કરી રહી છે. અને તમે એ સાચું માની લો છો તો તમે છેતરાઈ રહ્યા છો. ફ્રીમાં ક્રેડિટ કાર્ડ આપવાનું કહી બેંક વાળા એના પર કેટલાક એવા છુપા ચાર્જ લગાવે છે જેની તમને કોઈ જ માહિતી નથી આપવામાં આવતી. આવા પાંચ પ્રકારના ચાર્જિસ હોય છે.
રોકડ ઉપાડવા પર ચાર્જ-
ક્રેડિટ કાર્ડથી જ્યારે તમે રોકડા રૂપિયા ઉપાડો છે ત્યારે પણ ચાર્જ લાગે છે. એ પણ ભારે ભરખમ. તમે પૈસા ઉપાડ્યા એવા ચાર્જ લાગવાનો શરૂ થઈ જાય છે. કાર્ડથી તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો એમાં જો તમે નિયત સમયે બિલ ભરી દો છો તો, કોઈ વધારાનો ચાર્જ નથી લાગતો. પરંતુ જયારે તમે રોકડ ઉપાડો છો ત્યારે મોટો ચાર્જ લાગે છે.
બાકી રકમ પર વ્યાજ-
જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ એની ડ્યૂ ડેટ પર ભરી દો છો તો કોઈ ચાર્જ નથી લાગતો. પરંતુ તમને મિનિમમ બિલ ભરો છો અને તમને લાગે છે કે કોઈ વ્યાજ કે ચાર્જ નહીં લાગે તો તમને ગેરસમજ છે. મિનિમમ અમાઉન્ટ ભરીને તમે પેનલ્ટીથી બચી જાઓ છો પરંતુ બાકી રકમ પર તમારે 40 થી 42 ટકાનું ભારે ભરખમ વ્યાજ ભરવાનું રહે છે. જે તમારા બિલમાં એડ થઈ જાય છે.
વાર્ષિક ચાર્જ-
વાર્ષિક ચાર્જ દરેક બેંકના અલગ-અલગ હોય છે. કેટલીક બેંક આ શરતો સાથે આ ચાર્જ નથી લેતી. જો તમે ક્રેડિટ કાર્ડથી નિયત રૂપિયાની શોપિંગ કરો છો, તો તમારી પાસેથી ચાર્જ નથી લેવામાં આવતો. તો કેટલીક બેંક તમે કોઈ પણ બિલને ક્રેડિટ કાર્ડ સાથે કનેક્ટ કરો છો તો ચાર્જ જતો કરે છે. આ તમામ શરતો તમે જયારે ક્રેડિટ કાર્ડ લો છો ત્યારે જાણી લો. નહીં તો તમારે ચાર્જ ભરવો પડી શકે છે.
વિદેશમાં ટ્રાન્ઝેક્શન પર ચાર્જ-
ક્રેડિટ કાર્ડ લેતા સમયે એ પણ ધ્યાન રાખો કે, તમે વિદેશમાં તેનો ઉપયોગ કરશો તો ચાર્જ લાગશે કે નહીં. બેંક તમને એ જણાવશે કે આ ક્રેડિટ કાર્ડનો તમે વિદેશમાં ઉપયોગ કરી શકો છો. પરંતુ તેના માટે ચાર્જ કેટલો લાગશે એ નહીં જણાવે. જેથી વિદેશમાં કાર્ડનો ઉપયોગ કરતા પહેલા તેના પરના ચાર્જિસ ખાસ જાણી લો.
સરચાર્જનું ધ્યાન રાખો-
લગભગ તમામ બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર સરચાર્જ લાગે છે. કેટલીક બેંક આ સરચાર્જનું રીફંડ આપે છે. કેટલીક નહીં. પરંતુ આ રીફંડની એક નક્કી સીમા હોય છે. જો તેનાથી ઉપરનો ખર્ચ તમે કરશો તો કોઈ રીફંડ નહીં મળે.