નવી દિલ્હીઃ નોટબંધી એ દિવસને લોકો આજે પણ ભૂલ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ની રાત્રે દેશને સંબોધિત કરતા 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. લોકો બેન્કોની લાઈનોમાં ઉભા રહીને થાક્યા હતા. ભારતમાં 2000 રૂપિયાની નવી નોટો (2000 રૂપિયાની નોટ) આવી એ હવે દેખાતી નથી કારણ કે રિઝર્વે બેન્કે 2000ની નોટ છાપવાની જ બંધ કરી દીધી છે. હવે એવા અહેવાલો છે કે ભારત સરકાર 2000 રૂપિયાની આ નોટો પણ બંધ કરવા જઈ રહી છે અને 1000 રૂપિયાની નોટ નવા સ્વરૂપમાં પાછી આવશે. આવા સમાચારોએ લોકોને ખૂબ જ પરેશાન કરી દીધા છે. ચિંતા કરતાં પહેલાં આ અહેવાલોની સત્યતા જાણવી પણ ખૂબ જ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શું છે-
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2023થી 1000 રૂપિયાની નવી નોટ આવવા જઈ રહી છે અને 2000 રૂપિયાની નોટ પાછી બેન્કમાં જમા કરાવવી પડશે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે તમને બેંકમાં માત્ર 50 હજાર રૂપિયા જ જમા કરાવવાની મંજૂરી આપવામાં આવશે અને આ પરવાનગી પણ માત્ર 10 દિવસ માટે જ હશે. આ પછી 2 હજારની નોટની કોઈ કિંમત રહેશે નહીં. એટલા માટે તમારી પાસે 2000 રૂપિયાથી વધુની નોટો ન રાખો.


 



શું 1 જાન્યુઆરી 2023થી 2000ની નોટો ખરેખર બંધ થઈ જશે?
1 જાન્યુઆરી, 2023થી રૂ. 2000ની નોટો પાછી ખેંચી લેવામાં આવશે અને રૂ. 1000ની નવી નોટો લાવવામાં આવશે એવો દાવો કરનાર આ વીડિયોએ એ તમામ લોકોનું ટેન્શન વધારી દીધું છે જેમના સુધી આ મેસેજ પહોંચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પીઆઈબી ફેક્ટ ચેકે દાવાની તપાસ કરતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.


PIB ફેક્ટ ચેકે મોટા ખુલાસા કર્યા-
પીઆઈબી ફેક્ટ ચેકને આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે વીડિયોમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે. કેન્દ્ર સરકાર (ભારત સરકાર) એ 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો નથી. PIB ફેક્ટ ચેકે લોકોને અપીલ કરી છે કે તેઓ આવા ગેરમાર્ગે દોરનારા મેસેજને બિલકુલ ફોરવર્ડ ન કરે.