Petrol-Diesel Price: 10 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 10 જૂનના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એ જ છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે અગાઉ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ઓઈલ કંપનીઓએ તેમની વેબસાઈટ પર 10 જૂન માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. જો કે 10 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 10 જૂનના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એ જ છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે અગાઉ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 માર્ચે કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો-
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14મી માર્ચે સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. 14 માર્ચ, 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારપછી સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
શહેર         પેટ્રોલ         ડીઝલ
દિલ્હી         94.72         87.62
મુંબઈ         104.21         92.15
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.75         92.32
બેંગલુરુ         99.84         85.93
લખનૌ         94.65         87.76
નોઇડા         94.83         87.96
ગુરુગ્રામ         95.19         88.05
ચંદીગઢ         94.24         82.40
પટના         105.18         92.04
અમદાવાદ     94.23        89.90


પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો કેટલો ઘટાડો?
અમદાવાદની વાત કરીએ તો ગઈકાલે એટલેકે, 9 જૂનના રોજ પેટ્રોલનો ભાવ લીટર દીઠ 94.44 પૈસા હતો. જ્યારે આજે એમાં ઘટાડો થયો છે. આજે 10 જૂને અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.23 પ્રતિ લીટર છે. એ જ રીતે ડીઝલની વાત કરવામાં આવે તો 9 જૂને એટલેકે, ગઈકાલે અમદાવાદમાં ડીઝલનો ભાવ 90.11 પૈસા હતો. જ્યારે પીએમ તરીકે મોદીની શપથવિધી બાદ આજે સવારે એટલેકે, 10 જૂને બદલાઈ ગયો ડીઝલનો ભાવ. આજે અમદાવાદમાં ડીઝલના ભાવમાં ગઈકાલ કરતા ઘટાડો થયો છે. આજે અમદાવાદમાં ડીઝલનો ભાવ 89.90 રૂપિયા પ્રતિ લીટર છે.


કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.


તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.


આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છોઃ
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.


OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.