નવી દિલ્લીઃ જો તમે કેન્દ્ર સરકારનું વીમા પ્રિમિયમ લીધુ છે તો હવે તમારે વધારો રૂપિયા ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારે વર્ષ 2014માં PM જીવન જ્યોતિ વીમા યોજના અને PM સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ ગરીબ અને જરૂરતમંદ લોકોને સસ્તા દરે વીમો આપવામાં આવે છે. આજથી આ વીમો લેનારા લોકોના વધુ રૂપિયા ખર્ચ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMJJBYનું કેટલું પ્રિમિયમ વધ્યું?
કેન્દ્ર સરકારે બન્ને યોજનાઓના પ્રિમિયમમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના વર્ષના પ્રિમિયમને 330થી વધારીને 436 રૂપિયા કરાયું છે. સરકારે આ પ્રિમિયમની રકમમાં દૈનિક 1.25 રૂપિયાનો વધારો કર્યો છે.


PMSBYનું કેટલુ પ્રિમિયમ વધ્યું?
સરકારના પ્રાધનમંત્રી સુરક્ષા વીમા યોજનાના પ્રિમિયમને 12થી વધારીને 20 રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે. આ પ્રિમિયમમાં 8 રૂપિયાનો વધારો કરાયો છે. 


હજુ સુધી કેટલા રૂપિયા ચૂકવાયા?
31 માર્ચ સુધી PMJJBYમાં ગ્રાહકોની સંખ્યા 6.4 કરોડ અને PMSBYમાં ગ્રાહકોની સંખ્યા 22 કરોડ હતી. PMSBY યોજનામાં વીમાકર્તાઓએ 1134 કરોડ રૂપિયાનું પ્રિમિયમ ભર્યુ છે. જ્યારે PMJJBYમાં 2513 કરોડ રૂપિયાનું લોકોએ પ્રિમિયમ ભર્યું છે. જ્યારે વીમાકર્તાઓએ ક્લેમમાં 9737 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. 31 માર્ચ સુધી PMJJBYમાં 14,144 કરોડ રૂપિયા ચૂકવાયા છે.. 


શું છે PMJJBY યોજના?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ લોકોને 2 લાખ સુધીના ઈન્શ્યોરન્સની સુવિધા મળે છે. આ યોજનાનો લાભ લેનારા વ્યક્તિની ઉમર 18થી 50 વર્ષ સુધી હોવી જોઈએ. આ યોજનાનું પ્રિમિયમની રકમ એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ થાય છે. ગ્રાહકોના એકાઉન્ટમાં KYCની સુવિધા હોય તો જ પ્રિમિયમ ભરી શકે છે. 


સુરક્ષા વીમા યોજના શું છે?
PMSBY એક વર્ષ માટે દુર્ઘટના વીમા યોજના છે. આ યોજનાનું દર વર્ષે નવીનિકરણ કરવાની જરૂર પડતી હોય છે.  બેંક અથવા પોસ્ટઓફિસમાં  સેવિંગ ખાતામાં 18થી 70 વર્ષ સુધીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. દુર્ઘટનાના કારણે મૃત્યુ  અથવા વિકલાંગતા થાય તો 2 લાખ રૂપિયા અપાય છે. મંત્રાલયના આંકડા મુજબ 27 એપ્રિલ 2022 સુધી આ યોજના હેઠળ 28.37 કરોડ લોકોએ ફોર્મ ભર્યા છે. અને 97 હજાર 227 ક્લેમ માટે 1930 કરોડ રૂપિયા ચૂકવાયા છે.