Piccadily Agro Industries Ltd Share Price: Whisky તમને પણ કરાવી શકે છે મોજ! અરે ભાઈ એના માટે તમારે દારૂ પીવાની જરૂર નથી, અમે તમને એની સલાહ પણ નથી આપતાં...અહીં વાત થઈ રહી છે વ્હિસ્કી બનાવતી કંપનીના મલ્ટીબેગર શેરની. એક એવો શેર જેણે શેરબજારમાં મચાવી દીધી ધૂમ. જો આપણે એક વર્ષ પહેલાના ચાર્ટ પર નજર કરીએ તો, આ શેરે એક વર્ષમાં 1180 ટકાનું વળતર આપ્યું છે. આ કંપનીનું નામ છે Piccadilly Agro Industries Limited (Picadily Agro Industries Share Price). આ કંપની ઈન્દ્રી વ્હિસ્કી બનાવે છે. પિકાડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો શેર હજુ પણ 5 ટકાની ઉપરની સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આજની અપર સર્કિટ બાદ કંપનીનો શેર 605.25 ના સ્તર પર પહોંચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 દિવસમાં શેર 22 ટકા વધ્યો-
જો છેલ્લા 5 દિવસના ચાર્ટ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન પિકાડિલી એગ્રોના સ્ટોકમાં 21.54 ટકાનો વધારો થયો છે. 5 દિવસ પહેલા આ કંપનીનો શેર 498 રૂપિયાના સ્તરે હતો. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં સ્ટોકમાં જબરદસ્ત વધારો થયો છે. 26 માર્ચે આ કંપનીના શેર 300 રૂપિયાના સ્તરે હતા. આ શેરે એક મહિનામાં રોકાણકારોને 101.41 ટકા વળતર આપ્યું છે.


એક મહિનામાં પૈસા ડબલ થઈ ગયા-
જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તમારા પૈસા રૂ. 2 લાખ થઈ ગયા હોત. એટલે કે તમારા પૈસા માત્ર એક મહિનામાં બમણા થઈ જશે. YTDમાં અત્યાર સુધી આ શેરે રોકાણકારોને 122.44 ટકા વળતર આપ્યું છે.


એક વર્ષમાં સ્ટોક 1180 ટકા વધ્યો-
જો આપણે એક વર્ષ પહેલાના ચાર્ટ પર નજર કરીએ તો, પિકાડિલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરે રોકાણકારોને 1,180.14 ટકા વળતર આપ્યું છે. એપ્રિલ 2023માં આ શેરની કિંમત 47 રૂપિયાના સ્તરે હતી. આ શેર એક વર્ષમાં 557.97 રૂપિયા વધ્યો છે.


ઈન્દ્રી વ્હિસ્કીને એવોર્ડ મળ્યો હતો-
પિકાડિલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઇન્દ્રી નામની સિંગલ માલ્ટ વ્હિસ્કીનું ઉત્પાદન કરે છે. તમને જણાવી દઈએ કે ઈન્દ્રી વ્હિસ્કીને હાલમાં જ વિશ્વની શ્રેષ્ઠ વ્હિસ્કીનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ બાદથી આ વ્હિસ્કીની માંગ બજારમાં નોંધપાત્ર રીતે વધી ગઈ છે. તેની અસર વ્હિસ્કી મેન્યુફેક્ચરિંગ કંપની પર સ્પષ્ટ દેખાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં પિકાડિલીના શેરોએ રોકાણકારોને સુંદર વળતર આપ્યું છે.


(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સ વિશેની માહિતી આપવામાં આવી છે, તે રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા અચૂક લેવી જોઈએ જેતે વિષયના નિષ્ણાતની સલાહ. ખાસ કરીને તમારે તમારા સલાહકારની સલાહ જરૂર લેવી જોઈએ.)