Suzlon Energy Stock Price: વિન્ડ એનર્જી સેક્ટરમાં દેશની અગ્રણી કંપની સુઝલોન એનર્જીના (Suzlon Energy) શેરમાં શુક્રવાર (25 ઓગસ્ટ)ના રોજ 4.8 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. 24 ઓગસ્ટે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી હતી. સુઝલોન એનર્જીને O2 પાવર પ્રાઇવેટ લિમિટેડ તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. છેલ્લા એક વર્ષથી આ સ્ટૉકમાં જોરદાર મૂવમેન્ટ જોવા મળી રહી છે. જો તમે છેલ્લા 4 મહિનાના ટ્રેક રેકોર્ડ પર નજર નાખો તો શેરમાં 180 ટકાથી વધુનો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

201.6 મેગાવોટ માટે Suzlon Energyનો ઓર્ડર મળ્યા-
રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રદાતા સુઝલોન ગ્રૂપે શુક્રવારે શેરબજારને જણાવ્યું હતું કે કંપનીને ટેક ગ્રીન પાવર XI પ્રાઇવેટ લિમિટેડ તરફથી 3 મેગાવોટ શ્રેણીની વિન્ડ ટર્બાઇન્સ માટે મોટા ઓર્ડર મળ્યા છે. ટેક ગ્રીન પાવર એ O2 પાવર પ્રાઇવેટ લિમિટેડની પેટાકંપની છે. આ ડીલ હેઠળ સુઝલોન 64 વિન્ડ ટર્બાઇન જનરેટર લગાવશે. આ દરેકની ક્ષમતા 3.15 મેગાવોટ હશે. કુલ ક્ષમતા 201.6 મેગાવોટ હશે. આ પ્રોજેક્ટ 2025 સુધીમાં શરૂ થઈ શકે છે. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ કંપની ઓપરેશન અને મેન્ટેનન્સ સેવાઓ પણ પૂરી પાડશે. અગાઉ ગુરુવારે, કંપનીએ 31.5 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે ઈન્ટાગ્રામ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી ઓર્ડર મેળવવાની માહિતી આપી હતી.


શેર 4.6% વધ્યો, MCap 30 હજાર કરોડને પાર-
સુઝલોન એનર્જીના શેરે શુક્રવારે લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. ટ્રેડિંગ સેશનમાં શેર 4.65 ટકા સુધી વધ્યો હતો. શેરે દિવસની સૌથી ઊંચી સપાટી 22.50 બનાવી છે. 25 ઓગસ્ટે BSE પર કંપનીનું માર્કેટ કેપ લગભગ રૂ. 30,247.86 કરોડ હતું. સુઝલોન એનર્જી પવન ઉર્જા ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. સ્થાનિક બજારમાં કંપનીનો બજારહિસ્સો 33 ટકા છે. કંપની વૈશ્વિક સ્તરે 20GW ની ઓપરેશનલ વિન્ડ પાવર ક્ષમતા ધરાવે છે.