Vijay Kedia Portfolio Stocks : શેરબજારના અનુભવી રોકાણકાર વિજય કેડિયાએ મલ્ટિબેગર ઓટો શેરમાં રોકાણ કરીને એક દિવસમાં રૂ. 2.34 કરોડની કમાણી કરી છે. પ્રિસિઝન કેમશાફ્ટ નામના આ ઓટો સ્ટોકે છેલ્લા 6 મહિનામાં 125 ટકા, 1 વર્ષમાં 174 ટકા અને 3 વર્ષમાં 780 ટકાનું બમ્પર વળતર આપીને રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. મંગળવારે, 10 ઓક્ટોબરના રોજ, શેરબજારો ઉછાળા પર બંધ થયા અને આ મલ્ટીબેગર ઓટો સ્ટોકમાં અદભૂત વધારો નોંધવામાં આવ્યો હતો. પ્રિસિઝન કેમશાફ્ટ નામની આ કંપનીમાં રોકાણ કરીને વિજય કેડિયાની સંપત્તિમાં એક દિવસમાં 2.34 કરોડ રૂપિયાનો વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરબજારના અનુભવી રોકાણકાર વિજય કેડિયા પાસે પ્રિસિઝન કેમશાફ્ટના 11 લાખ શેર છે. મંગળવારે શેરબજારના ટોપ ગેનર્સની યાદીમાં સામેલ પ્રિસિઝન કેમશાફ્ટના શેર રૂ. 284.40ના સ્તરે પહોંચ્યા હતા. એક જ દિવસમાં કંપનીના શેરમાં આઠ ટકાથી વધુનો વધારો નોંધાયો હતો જ્યારે તેનું વોલ્યુમ લગભગ 3 ગણું વધ્યું હતું. વિજય કેડિયાના 11 લાખ શેરની કિંમતમાં 21.35 રૂપિયા પ્રતિ શેરના વધારાને ધ્યાનમાં લઈએ તો તે 2.34 કરોડ રૂપિયા થાય છે.


વર્ષ 1992માં સ્થપાયેલ, પ્રિસિઝન કેમશાફ્ટ ભારત અને સમગ્ર વિશ્વમાં કેમશાફ્ટની અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર છે. કંપની પેસેન્જર વ્હીકલ, ટ્રેક્ટર, લાઇટ કોમર્શિયલ વ્હીકલ અને લોકોમોટીવ એન્જીન એપ્લિકેશન માટે 150 થી વધુ પ્રકારના કેમ શાફ્ટનું વેચાણ કરે છે.


આશરે રૂ. 2700 કરોડની માર્કેટ કેપ ધરાવતી સ્મોલ કેપ કંપની પ્રિસિઝન કેમશાફ્ટના શેરની કિંમત છેલ્લા 3 વર્ષથી વાર્ષિક 101 ટકા વધી રહી છે. પ્રિસિઝન કેમશાફ્ટે તેના રોકાણકારોને 153 ટકા ડિવિડન્ડ પણ આપ્યું છે. પ્રિસિઝન કેમશાફ્ટમાં પ્રમોટરનો હિસ્સો 65.37% છે. જો તમે પણ શેરમાં રોકાણ કરીને કમાણી કરવા માંગતા હો, તો તમે વિજય કેડિયા દ્વારા રોકાણ કરાયેલ કંપની પ્રિસિઝન કેમશાફ્ટના શેર પર નજર રાખી શકો છો.