નવી દિલ્લીઃ શેરબજારમાં હાલ મંદિરનો માહોલ છે, શેરધારકોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે પરંતુ અમે આપને એક એવા IPO વિશે આજે વાત કરીશું જેણે 7 મહિનામાં જોરદાર રિર્ટન આપ્યું છે, 51 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝનો આ શેર આજે 291 રૂપિયા પહોંચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Multibagger IPO Return: 
આજે અમે તમને જે IPOની વાત કરવા જઈ રહ્યા છે તેણે બંપર રિર્ટન આપ્યું છે. આ IPOનું નામ કોટાયાર્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. આ એક એવો પબ્લિક ઈશ્યુ છે જે ઓક્ટોબર 2021માં સબસ્ક્રાઈબ માટે ખુલ્યો હતો, અને 2 નવેમ્બર 2021ના દિવસે SME એક્સચેન્જમાં લિસ્ટ થયો હતો, આ IPOની ઈશ્યુ પ્રાઈઝ 51 રૂપિયા પ્રતિ ઈક્વીટી શેર રાખવામાં આવી હતી. આજે આ શેરની કિંમત 291 રૂપિયા છે. એટલે કે ઈશ્યુ પ્રાઈસથી લગભગ 470 ટકા વધારે છે.


કોટાયાર્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ઈતિહાસ:
આ કંપનીએ રૂપિયા 11.26 કરોડ મેળવવા માટે SME એક્સચેન્જ પર પોતાના શેરોને સૂચીબદ્ધ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પબ્લિક ઈશ્યુને 7.15 ગણો સબસ્ક્રાઈબ કરાયો હતો, પરંતુ આને 51 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી બરાબરી પર રખાયો હતો. બરાબર સુચ્ચીબદ્ધ થયા બાદ સાર્વજનિક નિર્ગમે પોતાના ઈન્ટ્રા ડે 51.90 પ્રતિ શેરનું ઉચ્ચ સ્તર બનાવી લીધું. પરંતુ SME એનર્જી સ્ટોક પોતાનો લાભ બનાવી રાખવામાં વિફળ રહ્યો અને અંતમાં 48.45 પર સમાપ્ત થયો. કોટાયાર્ક ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 2 નવેમ્બર 2021ના દિવસે NSE SME એક્સચેન્જમાં સુચીબદ્ધ કરાઈ હતી. એક ધારકને એક લોટમાં અરજી કરવાની મંજૂરી અપાઈ હતી. આ SME IPOમાં અરજી કરવા માટે વધુમાં વધુ 1.02 લાખ લગાવાના હતા.


5.82 લાખ રૂપિયાનો ફાયદો:
સેકેન્ડરી માર્કેટમાં હાલ મંદીનો માહોલ હોવા છતાં આ બાયો ડિઝલ સ્ટોકમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો. ગત શુક્રેવારે જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એક હજાર પોઈન્ટનો કડાકો જોવા મળ્યો ત્યારે પણ કોટાયાર્ક ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત લગભગ 7 ટકા વધીને 291ના સ્તરની પાર પહોંચી ગઈ હતી. તેથી જો આ શેરની કિંમતની તુલના 51 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસથી કરીએ તો આ સ્ટોક લગભગ 7 મહિનામાં 470 ટકા વધી ગયો છે. જો કોઈ શેરધારકે આ કંપનીના IPOમાં 1.02 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 5.82 થઈ ગઈ હોત.


(નોંધઃ શેર બજાર અનેક જોખમોને આધીન છે, કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા માર્કેટ નિષ્ણાતની સલાહ અચુક લેવી.)