Call Center માં કામ કરતો સામાન્ય નોકરિયાત કઈ રીતે એક આઈડિયાથી બની ગયો અરબપતિ?
કામત જણાવે છે કે એકવાર તેમના પિતાએ પોતાની કેટલીક સેવિંગ્સ તેમને આપી અને તેને મેનેજ કરવા કહ્યું. અહીંયાથી કામત બજારમાં ઉતર્યા. કામત જણાવે છે કે તેમના પિતા તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા. આ વિશ્વાસે નિખિલની ઉપર જવાબદારી નાંખી દીધી કે તે પિતાના સેવિંગ્સને સારી રીતે મેનેજ કરે.
નવી દિલ્લી: શેર માર્કેટ સાથે સંબંધ રાખનારા વ્યક્તિ નિખિલ કામત અને ઝીરોધા બંનેને નામથી ઓળખતા હશે. હાલમાં નિખિલ કામતની ગણતરી તે અમુક લોકોમાં થાય છે જેમણે પોતાની મહેનતથી સફળતા હાંસલ કરી અને નામ બનાવ્યું. તેમની કંપની ઝીરોધા હાલના સમયમાં સૌથી ઝડપી ગ્રોથવાળી સ્ટોક બ્રોકિંગ કંપની છે. જોકે જો તમે નિખિલ કામતની જીવન યાત્રાને જોઈએ તો ઝીરોધાના બનવા અને તેમના અરબપતિ થવા સુધીની સફર તમને આશ્વર્યચકિત કરી શકે છે.
કોલ સેન્ટરમાં મળી હતી પહેલી નોકરી:
ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતે હાલમાં જ હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાની કહાની જણાવી છે. નિખિલે 17 વર્ષની ઉંમરમાં નોકરી કરવાની શરૂઆત કરી. તેને પહેલી નોકરી કોલ સેન્ટરમાં મળી, જ્યાં તેની સેલરી હતી માત્ર 8000 રૂપિયા. આજે તેની નેટવર્થ કરોડો રૂપિયાની છે. આ યાત્રાની શરૂઆત થઈ કામતના શેર માર્કેટના ટ્રેડિંગથી. કામતે જ્યારે શેર માર્કેટ ટ્રેડિંગની શરૂઆત કરી ત્યારે તે તેને ગંભીરતાથી લેતા ન હતા. જોકે એક વર્ષમાં જ તેમને બજારની વેલ્યુની માહિતી મળી ગઈ અને તે ગંભીરતાથી ટ્રેડિંગ કરવા લાગ્યા. તેના પરિણામે બજારમાં તેમનું નામ અરબપતિમાં સામેલ થઈ ગયું.
પિતાના વિશ્વાસ પર થઈ હતી શરૂઆત:
કામત જણાવે છે કે એકવાર તેમના પિતાએ પોતાની કેટલીક સેવિંગ્સ તેમને આપી અને તેને મેનેજ કરવા કહ્યું. અહીંયાથી કામત બજારમાં ઉતર્યા. કામત જણાવે છે કે તેમના પિતા તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા. આ વિશ્વાસે નિખિલની ઉપર જવાબદારી નાંખી દીધી કે તે પિતાના સેવિંગ્સને સારી રીતે મેનેજ કરે. ધીમે-ધીમે નિખિલ બજાર પર પકડ બનાવવા લાગ્યા. થોડાક સમય પછી તે પોતાના મેનેજરને પણ શેર બજારમાં પૈસા લગાવવા માટે રાજી કરવામાં સફળ થઈ ગયા. જ્યારે મેનેજરને તેનાથી ફાયદો થયો ત્યારે તેમણે અન્ય લોકોને પણ નિખિલને મેનેજ કરવા પૈસા આપવાનું કહ્યું.
2010માં શરૂ થયું ઝીરોધાનું કામ:
કામત જણાવે છેકે એક સમયે એવી સ્થિતિ થઈ ગઈ કે તે નોકરી પર જવાનું બંધ કરી ચૂક્યા હતા. તે કહે છે કે મેનેજરને જ્યારે ફાયદો થયો ત્યારે તેણે બીજા લોકોને જણાવ્યું. સ્થિતિ એ થઈ કે મેં કામ પર જવાનું છોડી દીધું. હું આખી ટીમને મેનેજ કરી રહ્યો હતો. આ કારણે ટીમના લોકો ઓફિસમાં મારી હાજરી લગાવતા હતા. તેના પછી મેં નોકરી છોડી દીધી અને ભાઈ નિતિન કામતની સાથે મળીને કામત એસોસિયેટ્સની શરૂઆત કરી. વર્ષ 2010માં અમે ઝીરોધાની શરૂઆત કરી.
હજુ પણ કામતને ડર લાગે છે:
પોતાની અત્યાર સુધીની જર્ની વિશે કામત જણાવે છે કે તેમણે પોતાના સંઘર્ષમાંથી અનેક વસ્તુઓ શીખી છે. તે કહે છે કે એક સ્કૂલ ડ્રોપઆઉટથી લઈને કોલ સેન્ટરમાં કામ કરવું અને ઝીરોધા અને ટ્રૂ બીકન શરૂ કરવાની પોતાની યાત્રામાં મેં મેળવ્યું કે બે-ત્રણ વસ્તુ છે. જે મારા માટે કામની છે. મેં પોતાની ગાંઠ બાંધી લીધી. આજે ભલે હું અરબપતિ બની ગયો છું. પરંતુ તેના પછી પણ કંઈ બદલાયું નથી. હું આજે પણ દિવસના 85 ટકા સમયમાં કામ કરું છું અને જીવનમાં એ વાતનો ડર લાગે છેકે જો આ બધી વસ્તુઓ મારાથી છૂટી ગઈ તો....?