હવે ગાડીમાં નહીં રાખી શકાય આ `રમકડું`, આ રમકડાં ના લીધે Amazon પણ આવ્યું ઝપેટમાં! ચેક કરી લેજો તમારી કાર
મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રોડ દુર્ઘટનામાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું છે. જે પછી ગડકરીએ આ નિવેદન આપ્યું છે. મિસ્રી કારની પાછળની સીટ પર બેઠા હતા. આ ઘટનામાં એ વાત પણ સામે આવી કે સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ નહોતો પહેર્યો.
નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ઉપભોક્તા મામલાના મંત્રાલયને પત્ર લખીને ઈ-કોમર્સ કંપનીઓ પર સીટ બેલ્ટ અલાર્મ બ્લૉક કરનારા ઉપકરણને વેચવા પર પ્રતિબંધ લગાવવા અનુરોધ કર્યો છે. સરકારના વરિષ્ઠ અધિકારીએ આ વાતની માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષા પ્રાધિકારે કારના સીટ બેલ્ટ અલાર્મને બ્લૉક કરનારા ઉપકરણ વેચવા વાળી ઈકોમર્સ કંપનીઓને આ વર્ષે મે મહિનામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને મળતી ફરિયાદના આધાર પર નોટિસ મોકલવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું કે સરકાર કારની પાછળની સીટ માટે પણ સીટ બેલ્ટ અલાર્મને લગાવવા પર વિચાર કરી રહી છે.
આ સાથે જ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવુ માનવામાં આવે છે કે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એમેઝોનને આ ડિવાઈસને વાચણ પર રોક લગાવવા જણાવ્યું છે. એક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે એમેઝોન પર એવી મેટલ ક્લિપ ઉપ્લબ્ધ છે જેને સીટ બેલ્ટના સ્લોટમાં લગાવવાથી અલાર્મ વાગવાનું બંધ થઈ જાય છે. હવે જ્યારે અલાર્મ વાગવાનું બંધ થઈ જાય છે તો લોકોને વગર સિટબેલ્ટે પણ કોઈ તકલીફ નથી થતી. અને લોકો લાપરવાહીમાં વગર સીટબેલ્ટે મુસાફરી કરે છે.
આ વાતની ચર્ચા શરૂ થયા પછી લોકોએ પણ એમેઝનને આ સીટ બેલ્ટ અલાર્મ બ્લોકરના વેચાણને બંધ કરવા જણાવ્યું છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે નીતિન ગડકરીએ જણાવ્યું છે કે એમેઝોનને નોટિસ આપી દેવામાં આવી છે. જોકે હજુ સુધી આ મામલે એમેઝોન તરફથી કોઈ જાણકારી આવી નથી. મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રોડ દુર્ઘટનામાં ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું છે. જે પછી ગડકરીએ આ નિવેદન આપ્યું છે. મિસ્રી કારની પાછળની સીટ પર બેઠા હતા. આ ઘટનામાં એ વાત પણ સામે આવી કે સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ નહોતો પહેર્યો.
ભારતમાં મોટા ભાગે સામે બેસનારા લોકો માટે સીટ બેલ્ટ એલર્ટ સિસ્ટમ હોય છે. કેટલીક કાર્સમાં એવુ પણ મિકેનિઝમ છે કે જો આગળના યાત્રિકોએ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો કાર આગળ નહીં વધે. જોકે પાછળ મુસાફરી કરનારા યાત્રિકો માટે કોઈ એલર્ટ સિસ્ટમ નથી.