નવી દિલ્લીઃ આધાર કાર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય વિશિષ્ટ પહેચાન પ્રાધિકરણે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું છે કે તે રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંગઠન દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રના આધારે યૌન કર્મચારીઓને આધાર કાર્ડ આપશે. અને તેમની પાસેથી આધાર કાર્ડ બનાવવા માટે રહેઠાણનું કોઈ પ્રમાણપત્ર નહીં માંગવામાં આવે. એટલે કે હવે એડ્રેસ પ્રુફ વગર પણ સેક્સ વર્કર્સને આધાર કાર્ડ આપવામાં આવશે. મહત્વનું છે કે, UIDAI એક એવી એજન્સી છે જે કોઈ પણ આવેદકના નામ, લિંગ, આયુષ્ય અને સરનામા સાથે વૈકલ્પિક ડેટા જેવો કે, ઈમેઈલ કે મોબાઈલ નંબર જમા કરાવ્યા બાદ જ આધાર કાર્ડ આપે છે. પરંતુ સેક્સ વર્કર્સ માટે આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થાએ મોટી જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેક્સ વર્કર્સ માટે મોટી જાહેરાત-
યૌનકર્મીઓ માટે UIDAIએ દરિયાદિલી બતાવી છે. જે હોય એની તપાસ કરી પગલાં ભરવા જોઇએ. UIDAIએ સેક્સ વર્કર્સના આધાર કાર્ડ આપવા માટે રહેણાંકનું પ્રમાણપત્ર ન માંગવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ UIDAI એ પ્રમાણપત્રનો સ્વીકાર કરશે તે કોઈ યૌનકર્મીને NACOના ગેઝેટેડ ઑફિસર કે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની તરફથી મળ્યું હોય. તમને જણાવી દઈએ કે NACO કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અંતર્ગતનો એક વિભાગ છે, જે યૌનકર્મીઓનો એક કેન્દ્રીય ડેટાબેઝ મેનેજ કરે છે.


કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી-
આ મામલે પર સુપ્રીમ કોર્ટમાં સતત 2011થી સુનાવણી ચાલી રહી છે. આ ક્રમમાં જ્યારે ન્યાયમૂર્તિ એલ. એન. રાવ આખા ભારતમાં યૌનકર્મીઓને સામાજિક સુરક્ષા લાભ આપવા માટે એક યાચિકા પર સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે UIDAIએ તેના માટે સર્ટિફિકેટનું એક પ્રસ્તાવિત પ્રોફાર્મા સુપ્રીમ કોર્ટ સામે રાખ્યું. આ યાચિકામાં સેક્સ વર્કર્સ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં એ લોકો માટે પુનર્વાસ યોજના તૈયાર કરવાનો મુદ્દો પણ સામેલ છે, જે દેહ વ્યાપારમાંથી બહાર નિકળવા માંગે છે.


તમને જણાવી દઈએ કે UIDAIનું આ એફિડેવિટ અદાલતના 10 જાન્યુઆરીના એ આદેશના જવામાં આવ્યું છે, જેમાં પ્રાધિકરણને એ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું કે શું NACO પાસેની જાણકારી યૌનકર્મીઓના નિવાસના પ્રમાણના રૂપમાં માની શકાય છે અને તેના આધાર પર આધાર આપી શકાય છે? હાલ, સેક્સ વર્કર્સને સામાન્ય જીવન આપવા માટે UIDAIનો આ નિર્ણય ઉપયોગી સાબિત થશે.