Bank Holidays in July: પૈસાની લેવડ-દેવડનો પછી જલ્દી નહીં પડે મેળ, જાણો જુલાઈ કેટલાં દિવસ બંધ રહેશે બેંકો
દર મહિને અમુક તહેવારોને કારણે સરકારી રજાઓ આવતી હોય છે. જેની સરકારી રજાઓને પગલે તેવા દિવસોમાં બેંકો બંધ રહેતી હોય છે. ત્યારે આ મહિનામાં તો એટલી બધી રજાઓ છેકે, બેંકો અડધો મહિનો બંધ જ રહેશે. જાણો રજાઓનું લીસ્ટ. અહીં નોંધનીય બાબત એ છે કે આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના તહેવારો પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.
Bank Holidays in July: નવો મહિનો શરૂ થતા પહેલાં એ મહિનામાં બેંકો કેટલાં દિવસ બંધ રહેવાની છે એ જાણી લેવું સૌથી જરૂરી છે. કારણકે, એને ધ્યાનમાં રાખીને આપણે આખા આગામી મહિનાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ. આર્થિક વ્યવહારો, કોઈપણ પ્રકારની લેવડ-દેવડમાં આ બાબત ખુબ મહત્ત્વની બની રહી છે. ઉલ્લેખનીય છેકે, હવે જૂન પુરો થઈને જુલાઈ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે શું તમે જાણો છોકે, આગામી મહિને તો બેંકોમાં અડધો મહિનો રજા રહેવાની છે.
આગામી મહિને એટલે કે જુલાઈમાં બેંકો લગભગ અડધા મહિના સુધી બંધ રહેશે. આજના ડીજીટલ યુગમાં યુવાનો બેંકીંગ સાથે જોડાયેલા તમામ કામ ઘરે બેઠા કરે છે, પરંતુ અમુક કામ માટે આપણે હજુ પણ બેંકમાં જવું પડે છે. બીજી તરફ વૃદ્ધો બેંકમાં જઈને તમામ કામ કરે છે. જો આગામી મહિને બેંકમાં તમારું કોઈ કામ બાકી છે તો તમારા માટે એ જાણવું પણ જરૂરી છે કે કયા દિવસે બેંક ખુલશે અને કયા દિવસે બેંકની રજા રહેશે. આગામી મહિને દેશની તમામ બેંકોમાં લગભગ 15 દિવસની રજા રહેશે. કોઈપણ મુશ્કેલીથી બચવા માટે બેંકની રજાઓ વિશે જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કેલેન્ડર મુજબ જુલાઈ મહિનામાં કુલ 8 દિવસની બેંક રજા રહેશે.
જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધઃ
1 જુલાઈ (2022) - કંગ (રથજાત્રા) / રથયાત્રા (ભુવનેશ્વર, ઇમ્ફાલ)
7 જુલાઈ (2022) - ખરચી પૂજા (અગરતલા)
9 જુલાઈ (2022) - ઈદ-ઉલ-અધા (બકરીદ) (કાનપુર, તિરુવનંતપુરમ)
11 જુલાઈ (2022) - ઈદ-ઉલ-અઝહા (જમ્મુ, શ્રીનગર)
13 જુલાઈ (2022) - ભાનુ જયંતિ (ગંગટોક)
14 જુલાઈ (2022) - બેહ દિનખલામ (શિલોંગ)
16 જુલાઈ (2022) - હરેલા (દહેરાદૂન)
26 જુલાઈ (2022) - કેર પૂજા (અગરતલા)
આ દિવસોમાં સાપ્તાહિક રજા રહેશે
3 જુલાઈ (2022)- રવિવાર
9 જુલાઈ (2022) - બીજો શનિવાર
10 જુલાઈ (2022)- રવિવાર
17 જુલાઈ (2022)- રવિવાર
23 જુલાઈ (2022) - ચોથો શનિવાર
24 જુલાઈ (2022) - રવિવાર
31 જુલાઈ (2022)- રવિવાર
સરકારી રજાઓ અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના તહેવારો પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. આરબીઆઈ દ્વારા બેંક રજાની યાદીને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, વિવિધ રાજ્યોમાં વિશેષ રજાઓ પણ છે. તેમાં મહિનામાં આવતા તમામ રવિવાર અને મહિનાના બીજા, ચોથા શનિવારનો સમાવેશ થાય છે. તે મુજબ જુલાઇ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં લગભગ 14 દિવસની બેંક રજાઓ રહેશે. ગ્રાહકોની સુવિધા માટે, આરબીઆઈ દ્વારા બેંક રજાઓની સૂચિ જારી કરવામાં આવે છે, જેથી તેઓ તેમના બેંકનું કામ સમયસર પૂર્ણ કરી શકે.